શોધખોળ કરો
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
Upcoming IPO: વર્ષ 2024 ભારતીય IPO માર્કેટ માટે ખૂબ જ સારું રહ્યું છે અને વર્ષના અંતિમ દિવસોમાં પણ આ માહોલ જળવાઈ રહેશે.

Upcoming IPO: આવતા અઠવાડિયે 4 નવા IPO (1 મેઇનબોર્ડ અને 3 SME) ખુલશે અને 6 કંપનીઓના શેરનું લિસ્ટિંગ પણ થશે.
1/5

નિષ્ણાતોના મતે, વર્ષ 2025માં પણ IPO માર્કેટમાં તેજી રહેશે અને ફંડ એકત્ર કરવાનો આંકડો રૂ. 2 લાખ કરોડને પાર કરી શકે છે, જ્યારે વર્ષ 2024માં કંપનીઓએ રેકોર્ડ રૂ. 1.3 લાખ કરોડ એકત્ર કર્યા છે.
2/5

ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ IPO: ટ્રેક્ટર અને ક્રેન્સ બનાવતી આ કંપનીનો IPO 31 ડિસેમ્બરે ખુલશે અને 2 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ પ્રાઇસ બેન્ડ રૂ. 204-215 પ્રતિ શેર નક્કી કરી છે. રોકાણકારો એક લોટમાં 69 શેર ખરીદી શકશે. આ IPOમાં 86 લાખ નવા શેર અને પ્રમોટર દ્વારા 35 લાખ શેરનું વેચાણ સામેલ છે.
3/5

ટેકનિકેમ ઓર્ગેનિક્સ IPO (SME): આ SME IPO 31 ડિસેમ્બરે ખુલશે અને 2 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. આ IPO સંપૂર્ણપણે રૂ. 25 કરોડનું ફ્રેશ ઇક્વિટી ઇશ્યુ છે. ઇશ્યુની કિંમત રૂ. 52-55 પ્રતિ શેર છે. આ કંપની ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, કોટિંગ્સ અને અન્ય ઉદ્યોગો માટે કેમિકલ્સ બનાવે છે. ટેકનીકેમ ઓર્ગેનિક્સ IPOનો GMP અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 11 છે.
4/5

લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ ટ્રેડિંગ IPO (SME): આ SME IPO નવા વર્ષમાં 1 જાન્યુઆરીએ ખુલશે અને 3 જાન્યુઆરીએ બંધ થશે. શેરનું લિસ્ટિંગ 8 જાન્યુઆરીએ BSE SME પર થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 51-52 પ્રતિ શેર છે અને લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર છે, એટલે કે લઘુત્તમ રોકાણ રૂ. 1,04,000 છે. આ કંપની VANDU બ્રાન્ડ હેઠળ મસાલા અને સૂકા ફળોનો વેપાર કરે છે અને FRYD બ્રાન્ડ હેઠળ તળેલી પ્રોડક્ટ્સ બનાવે છે. બજાર વિશ્લેષકોના મતે, લીઓ ડ્રાય ફ્રુટ્સ એન્ડ સ્પાઈસીસ IPOનો GMP રૂ. 0 છે.
5/5

ફેબટેક ટેક્નોલોજીસ ક્લીનરૂમ્સ લિમિટેડ IPO: આ IPO 3 જાન્યુઆરીએ ખુલશે અને 7 જાન્યુઆરીએ બંધ થશે. હાલમાં તેની પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી નથી. આ કંપની ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર અને બાયોટેક ક્ષેત્રોમાં ક્લીનરૂમ બાંધકામ માટે મોડ્યુલર પેનલ્સ અને દરવાજા બનાવે છે.
Published at : 29 Dec 2024 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
