Jetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશ
જેતપુર પાઈપલાઈન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશ. સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવાનો વિરોધ
જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી નદીઓ પ્રદૂષિત કરી ચૂક્યું છે અને હવે આ પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા માટેનો પ્રોજેક્ટ શરૂ થવામાં છે. જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદરમાં ઠાલવવામાંના આવે તે માટે જબરજસ્ત વિરોધ ચાલી રહ્યો છે. અનેક સંગઠનો, સ્થાનિક લોકો, માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને ખેડૂતો પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. માછીમાર હોય કે ખેડૂત દરેકની એક માત્ર દલીલ છે કે જો સરકાર જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી શુદ્ધ કરીને દરિયામાં ઠાલવવાની વાત કરતી હોય તો શુદ્ધ પાણી દરિયા સુધી લાવવાના બદલે તે પાણી ઉધોગોને જ કેમ રિ યુઝ તરીકે નથી આપતી. પાણીનો ઉપયોગ થાય તેવું નથી મતલબ કે તે પ્રદૂષિત પાણી છે... જેનાથી દરિયો અને દરિયાઇ સૃષ્ટિ પ્રદૂષિત થશે.