શોધખોળ કરો

Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ

Health Alert: આવતી કાલથી એટલે કે 13 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. જો આપ આ 30 દિવસ ઉપવાસ કરવાના હો તો આ ફૂડને ડાયટમાં અચૂક ફોલો કરો. જેથી વીકનેસની સમસ્યાથી બચી શકાય

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શ્રાવણ માસના ઉપવાસમાં નબળાઈ ટાળવા હેલ્ધી ડાયટ અપનાવો.
  • નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે, ત્વરિત ઊર્જા આપે છે.
  • સંતરાનો રસ રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાને સુધારે છે.
  • ટામેટા-કાકડી શરબત, લસ્સી પોષણ અને તાજગી આપે છે.

Health:હવે ગણતરીના દિવસો બાદ શ્રાવણ માસની શરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે.   કેટલાક લોકો આખો મહિનો ઉપવાસ કરે છે. જો કે 30 દિવસ ઉપવાસ કરવાથી ઘણી વખત વીકનેસ આવી જાય છે. તો  આપનો પણ શ્રાવણ માસમાં  ઉપવાસ કરવાનો પ્લાન હોય તો આ ડાયટ પ્લાનને અનુસરો. આ હેલ્ધી અને નેચરલ ફૂડને ડાયટમા સામેલ કરવાથી આપ નિરોગી રહીને શ્રાવણ માસના ઉપવાસ કરી શકશો. આ ડાયટ પ્લાનથી ઉપવાસ દરમિયાન પણ આપની  ઇમ્યૂનિટી પણ બની રહે છે.  તો જો આપ શ્રાવણ માસમાં ઉપવાસ કરી રહ્યાં છો તો  આ  4 ડ્રિન્કના સેવનને રૂટીન ડાયટમાં સામેલ કરો.

નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.

સંતરાનું જ્યુસ :સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.

ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.

લસ્સી: લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                

Frequently Asked Questions

શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન કયા પીણાંનું સેવન કરવું જોઈએ?

શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી, સંતરાનું જ્યુસ, ટામેટાં અને કાકડીનું શરબત, તેમજ લસ્સી જેવા પીણાંનું સેવન કરી શકાય છે. આ પીણાં શરીરને હાઇડ્રેટેડ રાખીને એનર્જી પૂરી પાડે છે.

વ્રત દરમિયાન નારિયેળ પાણી પીવાના શું ફાયદા છે?

નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે, થકાવટ દૂર કરે છે અને ગરમીથી બચાવે છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી પણ પૂરી પાડે છે.

સંતરાનું જ્યુસ વ્રત દરમિયાન શા માટે પીવું જોઈએ?

સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે અને વિટામિનથી ભરપૂર છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.

ટામેટાં અને કાકડીનું શરબત પીવાથી શું લાભ થાય છે?

આ શરબત પીવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. ટામેટાંમાં વિટામીન-સી, ઇ, એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે.

શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન નબળાઈથી બચવા શું કરવું?

નબળાઈથી બચવા માટે હેલ્ધી અને નેચરલ ફૂડનો ડાયટ પ્લાન અનુસરવો જોઈએ. આ ડાયટ પ્લાન ઇમ્યૂનિટી પણ જાળવી રાખે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
11 ઓક્ટોબરે શુક્ર-મંગળ કેંદ્ર દ્રષ્ટિ યોગ: 4 રાશિઓની ચમકશે કિસ્મત, આર્થિક સ્થિતિ થશે મજબૂત
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
Today's Horoscope: ગુરૂવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શાનદાર, જાણો રાશિફળ
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
શારદીય નવરાત્રી 2026: 11 ઓક્ટોબરથી શરૂઆત, ભૂલથી પણ આ સમયે કળશ સ્થાપના ન કરતા!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget