શોધખોળ કરો

Vishwakarma Puja 2026: મશીનોની સફાઇથી પૂજા સુધી, જાણો શું કરવું અને શું નહિ

Vishwakarma Puja 2026: વિશ્વકર્મા પૂજા 2026: વિશ્વકર્મા પૂજા પહેલાં મશીન અને સાધનોની સફાઈ ક્યારે કરવી? જાણો પૂજાની તૈયારી, મશીન ચલાવવા, તિલક કરવા અને લેપટોપ-મોબાઇલની પૂજાના નિયમો.

Vishwakarma Puja 2026:વિશ્વકર્મા જંયતી  17 સપ્ટેમ્બર 2026ના રોજ એટલે કે આજે મનાવવામાં આવી રહી છે. કારખાના, ગેરેજ, દુકાનો અને બાંધકામ સ્થળોથી લઈને ઘરના લેપટોપ સુધી, આ દિવસે એવી તમામ વસ્તુઓની પૂજા કરવામાં આવે છે, જેની મદદથી વ્યક્તિ પોતાનું કામ અને આજીવિકા ચલાવે છે. તેથી પૂજાની તૈયારી માત્ર ભગવાન વિશ્વકર્માની તસવીર મૂકવા પૂરતી મર્યાદિત નથી. મશીનો અને સાધનોને પૂજા માટે તૈયાર કરવાનું પણ આ પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

જો તમારા કાર્યસ્થળે સવારે વહેલી તકે કામ શરૂ થઈ જાય છે, તો મશીનોની સફાઈ આજે રાત્રે જ કરી લેવી વધુ યોગ્ય રહેશે. જોકે આ દરમિયાન ઉતાવળમાં એવું કોઈ કામ ન કરો, જેના કારણે મશીન ખરાબ થઈ જાય અથવા અકસ્માતનો ખતરો ઊભો થાય.

આ પણ વાંચો: ગણેશજીની પ્રિય છે આ 4 રાશિઓ, બાપ્પાની હંમેશા રહે છે કૃપા, ક્યારેય નથી થતી ધન-સમૃદ્ધિની કમી

આજે રાત્રે સૌથી પહેલાં કાર્યસ્થળની સફાઈ કરો

જે સ્થળે પૂજા કરવાની હોય ત્યાંથી બિનજરૂરી સામાન, ધૂળ અને કચરો દૂર કરો. ભગવાન વિશ્વકર્માની તસવીર અથવા મૂર્તિ મૂકવા માટે સ્વચ્છ પાટલો કે બાજોટ લો તેને પણ સ્વચ્છ કરો.  તેના પર પીળું અથવા લાલ કપડું પાથરી શકાય છે.

હથોડી, સ્ક્રુડ્રાઇવર, રેન્ચ, કાતર, સિલાઈ મશીન, ડ્રિલ મશીન અથવા અન્ય નાના સાધનોને સાફ કરીને એક જગ્યાએ રાખો. વિશ્વકર્મા પૂજાની પ્રચલિત વિધિમાં પણ સાધનો અને મશીનોને સાફ કરીને પૂજા સ્થળની પાસે રાખવાની પરંપરા છે.

મોટા મશીનોને પાણીથી ધોવાને બદલે ઉત્પાદક દ્વારા જણાવવામાં આવેલી સુરક્ષિત પદ્ધતિથી જ સાફ કરો. વીજળીથી ચાલતા મશીન અથવા લેપટોપની સફાઈ કરતાં પહેલાં મુખ્ય સ્વિચ બંધ કરો. ધાર્મિક તૈયારીના નામે મશીનની અંદર પાણી, તેલ, રોલી અથવા કોઈ જ્વલનશીલ પદાર્થ ન નાખો.

સવારે મશીનને હાથ લગાવતા પહેલાં શું કરવું?

પૂજાના દિવસે કામ શરૂ કરતાં પહેલાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. કાર્યસ્થળ પર ભગવાન વિશ્વકર્માનું સ્મરણ કરો અને મશીનો તથા સાધનો પર  તિલક કરો. ધ્યાન રાખો કે તિલક માત્ર મશીનના સુરક્ષિત બહારના ભાગ પર જ કરવામાં આવે. સ્વિચ, એન્જિન, તાર, સેન્સર અથવા ફરતા ભાગો પર કુમકુમ અને ફૂલો ન રાખો.

ત્યારબાદ ફૂલ, અક્ષત, ફળ અને મીઠાઈ અર્પણ કરો. દીવો પ્રગટાવતી વખતે તેને મશીન, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, કપડાં અથવા કેમિકલથી દૂર રાખો. પૂજા દરમિયાન સુરક્ષાની અવગણના કરવી યોગ્ય નથી, કારણ કે આ દિવસે કામમાં કુશળતા સાથે અકસ્માતોથી રક્ષણ માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે.

શું પૂજાના દિવસે મશીન ચલાવવાની મનાઈ છે?

ઘણા કારખાના અને વર્કશોપમાં પૂજા બાદ આખો દિવસ મશીનો બંધ રાખવાની પરંપરા છે. કેટલાક સ્થળોએ પૂજા અને પ્રસાદ વિતરણ બાદ ફરી કામ શરૂ કરવામાં આવે છે. આખો દિવસ મશીન બંધ રાખવું એવો કોઈ સાર્વત્રિક નિયમ નથી, જેને દરેક વ્યક્તિ માટે ફરજિયાત માનવામાં આવે.

હોસ્પિટલ, પરિવહન, વીજળી, સુરક્ષા અને અન્ય જરૂરી સેવાઓમાં મશીનો બંધ કરવાનું શક્ય પણ હોતું નથી. આવા સ્થળોએ કામ શરૂ કરતાં પહેલાં સંક્ષિપ્ત પૂજા અથવા માનસિક પ્રાર્થના કરી શકાય છે. પૂજા બાદ મશીન ચલાવવાનું હોય તો સૌથી પહેલાં ફૂલ, નાડાછડી અને પૂજાની સામગ્રી તેના ફરતા ભાગોથી દૂર કરો. ત્યારબાદ સામાન્ય સુરક્ષા તપાસ કરીને જ મશીન શરૂ કરો.

લેપટોપ અને મોબાઇલની પણ પૂજા કરી શકાય?

આજના સમયમાં કમ્પ્યુટર, લેપટોપ, કેમેરા, મોબાઇલ અને અન્ય ડિજિટલ ઉપકરણો પણ ઘણા લોકો માટે આજીવિકાનું સાધન છે. તેથી તેમની પણ પૂજા કરી શકાય છે. ઉપકરણને બંધ કરીને સ્વચ્છ કપડાથી સાફ કરો અને તેની પાસે ફૂલ મૂકીને ભગવાન વિશ્વકર્મા પાસે કામમાં કુશળતા અને યોગ્ય નિર્ણયશક્તિ માટે પ્રાર્થના કરો. સ્ક્રીન, ચાર્જિંગ પોર્ટ અથવા કીબોર્ડ પર રોલી અને પાણી ન લગાવો.

વિશ્વકર્મા પૂજાનો  સંદેશ માત્ર મશીનને તિલક કરવા પૂરતો નથી, પરંતુ પોતાના કામ, કૌશલ્ય અને સાધનોનું સન્માન કરવાનો પણ છે. તેથી આજે રાત્રે જ સફાઈ અને વ્યવસ્થા પૂર્ણ કરી લો, જેથી સવારે ઉતાવળમાં નહીં પરંતુ સુરક્ષિત અને શાંત મનથી પૂજા કરી શકાય.

Advertisement

ટોપ સ્ટોરી

તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
તુલસી વિવાહ બાદ શરૂ થશે લગસરાની સિઝન, જાણો નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યાં છે લગ્નના શુભ મૂહૂર્ત
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 14 November 2026: શૂળ યોગના કારણે આ 5 રાશિનો થશે મોટો લાભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Dev Diwali 2026: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને પૌરાણિક કથા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન
Embed widget