Shrawan 2024: આ દુર્લભ સંયોગ સાથે શ્રાવણ માસનો પ્રારંભ, આ ઉપાયથી થશે મનોકામનાની પૂર્તિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. સાથે જ, શ્રાવણ સોમવારના ઉપવાસનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે
Shrawan 2024:5 ઓગસ્ટ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ વખતે શ્રાવણ માસમાં શુભ યોગનો શુભંગ સમન્વય સર્જાયો છે. સાત દાયદા બાદ સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને આ માસની સમાપ્તિ પણ સોમવારથી જ થશે. તેથી આ વખતે પાંચ શ્રાવણીયા સોમવાર આવશે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. સાથે જ, શ્રાવણ સોમવારના ઉપવાસનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પ્રથમ દિવસ પણ છે. સોમવારનું વ્રત આજે એટલે કે 05 ઓગસ્ટ 2024ના રોજ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે પૂજા કરવાની સાથે ભગવાન શિવના સ્તોત્રનો પાઠ કરવાથી પણ લાભ થાય છે.
શ્રાવણ સોમવારની પૂજા વિધિ
શ્રાવણ સોમવારના વ્રત પર, સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ધ્યાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી, દીવો પ્રગટાવો અને ભગવાન શિવની પ્રાર્થના કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો. આ કર્યા પછી, ભગવાન શિવનો જલાભિષેક કરો અને સુગંધ, ફૂલ, ધૂપ, દીપ વગેરે અર્પિત કરો. આ પછી સવારે અથવા પ્રદોષ કાળમાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો. આ દરમિયાન મહાદેવને પંચામૃત એટલે કે દૂધ, ગંગા જળ, દહીં, ખાંડ, ઘી અને મધનો અભિષેક કરો. આ દરમિયાન 'ઓમ નમઃ શિવાય' અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. પૂજાના અંતે ભગવાન શિવની આરતી કરી પૂજાનું સમાપન કરો.
રાશિ મુજબ શ્રાવણમાં કરો મહાદેવને અભિષેક
- મેષઃતાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું, લાલ ફૂલ ચઢાવવા.
- વૃષભઃશિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરવા,
- મિથુનઃશેરડીનો રસ અને બીલીપત્રપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી,
- કર્કઃસફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.
- સિંહઃગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી.
- કન્યાઃશેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો, શિવજીને બીલીપત્ર ચઢાવવા,
- તુલાઃઅત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો, સુગંધી ફૂલો અર્પણ કરવા.
- વૃશ્ચિકઃશ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.
- ધનઃકેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવવા,
- મકરઃશ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.
- કુંભઃગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો,
- મીનઃહળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો