USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
અમેરિકાની પ્રોવિડેંસ શહેરની બ્રાઉન યુનિવર્સિટી પાસે ફાયરિંગની ઘટનાને પગલે હડકંપ મચી ગયો છે. બ્રાઉન યુનિવર્સિટી નજીક જ અંધાધૂંધ ફાયરિંગના કારણે બે લોકોના મોત થયા તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. અમેરિકાના રોડ આઈલેન્ડ રાજ્યમાં ફાયરિંગની ઘટનાને પગલે યુનિવર્સિટી પરિસર અને આસપાસના વિસ્તારને પોલીસે સીલ કરી દીધો અને વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના અપાઈ છે. યુનિવર્સિટી પ્રશાસને સક્રિય શૂટર એલર્ટ જારી કર્યું છે અને પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે.. ફાયરિંગ બારસ એંડ હોલી બિલ્ડીંગની નજીક બની. જ્યાં યુનિવર્સિટીનો એન્જિનીયરીંગ અને ફિઝિક્સ વિભાગ આવેલો છે. પોલીસે ઘટનાની તપાસ અને પુરાવા એકત્રિત કરવા FBIની પણ મદદ લીધી છે. આ ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યકત કરી પીડિતો અને તેના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી.




















