Chaitr Navratri 2022: ચૈત્ર નવરાત્રિમાં જરૂર અપનાવો આ વાસ્તુ ઉપાય, ઘરમાં આવશે અપાર ખુશીઓ
નવરાત્રિનું પર્વ મા દુર્ગાને સમર્પિત છે. ત્યારે ચૈત્ર નવરાત્રિને હવે ગણતરીના દિવસો છે. આ સમયમાં જપ, સાધના, આરાધનાની સાથે કેટલાક અન્ય વાસ્તુ ઉપાયનું પણ વિશેષ મહત્વ છે.
ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. જેના કારણે ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્વસ્તિક બનાવવા માટે હળદર અને ચોખાનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ, ધન અને ભોજનની વૃદ્ધિ થશે.
ગેટ પર આંબાના પાનનું તોરણ બાંધો
વાસ્તુ નિષ્ણાતોના મતે ઘરના ઉંબરે આંબાના પાનનું તોરણ બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન મુખ્ય દ્વાર પર કેરીના પાનનું તોરણ બાંધવાનું ભૂલશો નહીં. પૂજા દરમિયાન આંબાના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પાંદડા ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે.
મંદિર યોગ્ય દિશામાં હોવું જોઇએ
મંદિર યોગ્ય દિશામાં હોવું જોઈએ - વાસ્તુ અનુસાર મંદિર પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. વાસ્તુ અનુસાર જો મંદિર ખોટી દિશામાં હોય તો નકારાત્મક ઉર્જા ફેલાય છે. ખોટી દિશામાં મંદિર રાખવાથી અનેક રોગો અને કષ્ટો થઈ શકે છે.
અખંડ દીપક
નવરાત્રિ દરમિયાન, અખંડ દિપક પ્રગટાવવામાં આવે છે. તેનાથી ભાગ્યોદય થાય છે અને ખુશી વધે છે. ધ્યાન રાખો કે અખંડ જ્યોતિને સીધી જમીન પર ન રાખો. તેને થોડી ઉંચાઈ પર રાખો.નવેય દિવસ અખંડ દિપક રાખવાથી ઘરમાં પણ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
તુલસીનો છોડ લગાવો
ઘરમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. રોગો અને દોષોને દૂર રાખવામાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. આ છોડ પરિવારમાં ખુશીઓ લાવે છે.