Chaitra Navratri 2023 Day 2: ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે જાણો મા બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મુહૂર્ત અને મંત્ર, ઉપાય
ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે એટલે કે 23 માર્ચ 2023ના રોજ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. જાણો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસનો શુભ સમય, શુભ યોગ અને મા બ્રહ્મચારિણીની પૂજા પદ્ધતિ.
![Chaitra Navratri 2023 Day 2: ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે જાણો મા બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મુહૂર્ત અને મંત્ર, ઉપાય Chaitra navratri 2023 day 2 maa brahmacharini aarti puja vidhi bhog mantra Chaitra Navratri 2023 Day 2: ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે જાણો મા બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મુહૂર્ત અને મંત્ર, ઉપાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/23/99f3900c4618f7b1c02f177189c768d7167953507143881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chaitra Navratri 2023 Day 2: ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે એટલે કે 23 માર્ચ 2023ના રોજ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. જાણો ચૈત્ર નવરાત્રીના બીજા દિવસનો શુભ સમય, શુભ યોગ અને મા બ્રહ્મચારિણીની પૂજા પદ્ધતિ.
ચૈત્ર નવરાત્રીનો બીજો દિવસ મા દુર્ગાની બીજી શક્તિ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. 23 માર્ચ 2023ના રોજ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. મા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સંયમ અને ત્યાગની ભાવના જાગૃત થાય છે, જે લક્ષ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતની હજારો વર્ષોની સખત તપસ્યાને કારણે, તેનું નામ તપશ્ચરિણી અથવા બ્રહ્મચારિણી પડ્યું. માતા બ્રહ્મચારિણીએ ઘણા વર્ષો સુધી ઉપવાસ કરીને અને ખૂબ કઠિન તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. ચાલો જાણીએ ચૈત્ર નવરાત્રિના બીજા દિવસનો શુભ સમય, શુભ યોગ અને મા બ્રહ્મચારિણીની પૂજાની વિધિ
ચૈત્ર નવરાત્રી 2023 બીજા દિવસનું મુહૂર્ત (મા બ્રહ્મચારિણી પૂજા મુહૂર્ત)
ચૈત્ર શુક્લ બીજી તારીખ શરૂ થાય છે - 22 માર્ચ 2023, રાત્રે 08.20 કલાકે શરૂ થાય છે
ચૈત્ર શુક્લ બીજી તારીખ સમાપ્ત થાય છે - 23 માર્ચ, 2023, સાંજે 06.20 કલાકે પૂર્ણ થશે
- શુભ (શ્રેષ્ઠ સમય) - સવારે 06.22 - સવાર 0754
- લાભ (ઉન્નતિ મુહૂર્ત) - બપોરે 12.28 - 01.59 કલાકે
- ચૈત્ર નવરાત્રી 2023 બીજા દિવસનો શુભ યોગ
- ઇન્દ્ર યોગ - 23 માર્ચ, સવારે 06.16 - 24 માર્ચ, સવારે 03.43
સર્વાર્થ સિદ્ધિ યોગ - આખો દિવસ
ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. તે તપશ્ચર્યાની દેવી હોવાથી અને તપસ્વીઓ મોટે ભાગે સફેદ કે પીળા વસ્ત્રો પહેરે છે. જો કે માતા રાણીનો પ્રિય રંગ લાલ છે, પરંતુ આ દિવસે દેવીને સફેદ વસ્તુઓ અર્પણ કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. માતાને સાકર અથવા પંચામૃત અર્પણ કરો અને ઓમ એં નમ: ન 108 વાર જાપ કરો. ધ્યાન રાખો કે મા બ્રહ્મચારિણીની ઉપાસના અન્નરહિત રહીને કરવામાં આવે તો જ પૂજાનું ફળ મળે છે. એવું કહેવાય છે કે નવરાત્રિના બીજા દિવસે આ પદ્ધતિથી પૂજા કરવાથી વ્યક્તિ જીવનના મુશ્કેલ સંઘર્ષમાં પણ પોતાના કર્તવ્યથી વિચલિત થતો નથી અને સફળતા પ્રાપ્ત કરે છે.
નવરાત્રીના બીજા દિવસે કરો આ ઉપાય.
ચૈત્ર નવરાત્રીના શુક્લ પક્ષના બીજા દિવસે માતાને ચાંદીની વસ્તુ અર્પણ કરો. તેમજ શિક્ષણ અને જ્ઞાન મેળવવા માટે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આનાથી બૌદ્ધિક વિકાસ થાય છે અને કારકિર્દીમાં કોઈ અવરોધો થતાં નથી. તેમની કૃપાથી ભક્તોને સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે.
મા બ્રહ્મચારિણીનો મંત્ર
હ્રીં શ્રી અંબિકાય નમઃ ।
યા દેવી સર્વભૂતેષુ મા બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારના સિદ્ધાંત વિધિ કે માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)