PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસો છે. આજે તેઓ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાયા છે. 108 અશ્વ સાથે આ યાત્રા નીકળી છે. આ સોમનાથ યાત્રામાં ગુજરાતની લોક સંસ્કૃતિ સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી રહી છે. કસેરી સાફામાં સજ્જ અશ્વ સવારો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
સોમનાથમાં શૌર્યયાત્રાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. પીએમ મોદી આ યાત્રામાં જોડાયા છે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ યાત્રાાં ઉપસ્થિત રહ્યાં. સોમનાથ મંદિર રાષ્ટ્રીય ગૌરવનું શક્તિશાળી પ્રતીક છે. સોમનાથ મંદિરના ઐતિહાસિક જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આજે હુમલાના આજે એક હાજર વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંધાને સોમનાથમાં આજે સ્વાભિમાનનો પર્વની ઉજવણી થઇ રહી છે. શૌર્યયાત્રામાં હાથમાં ડમરુ સાથે PM મોદી જોવા મળ્યાં. મહાદેવની શક્તિ,પ્રધાનમંત્રી મોદીની ભક્તિ અને આસ્થાનો સુગમ સમન્વય સોમાનાથમાં જોવા મળી રહ્યો છે.
આજે સોમનાથ પર હુમલાને એક હજાર વર્ષ પૂર્ણ થતાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વને લઇને આજે મહાદેવની વિશેષ પૂજન અર્ચન કરાયું હતું અને સનાતનના ગૌરવના પ્રતીક સમી એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરાયું હતું. જેમાં પીએમ મોદી સહિત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જોડાયા હતા.. આજે સોમનાથમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો સંગમ જોવા મળી રહ્યો છે. શિવમય સોમનાથની આ નગરી આજે હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠી હતી.




















