શોધખોળ કરો

Chaitra Navratri 2025: ચૈત્રી નવરાત્રિનો 30 માર્ચે થશે પ્રારંભ, જાણો ક્યારે છે મહાઅષ્ટમી,જાણો શુભ મુહૂર્ત

Chaitra Navratri 2025: વૈદિકહિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે.

Chaitra Navratri 2025: વૈદિક હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ એકમ  તિથિ આ વર્ષે 29 માર્ચે સાંજે 4:32 વાગ્યે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 30 માર્ચે બપોરે 12:45 વાગ્યા સુધી ચાલુ રહેશે.તેથી નવરાત્રિનો પ્રથમ દિવસ 30 માર્ચથી ગણાશે, આ વખતે આઠ જ દિવસની નવરાત્રિ હશે એટલે કે નૌમ અને આઠમ એક જ દિવસે આવશે એટલે કે અષ્ટમી 6 એપ્રિલે છે.

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે. આ નવ દિવસો દરમિયાન દેવીના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિના નવ દિવસો દરમિયાન શક્તિની ઉપાસના કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તારીખોમાં હેરાફેરીને કારણે ક્યારેક નવ દિવસનો આ તહેવાર 8 દિવસનો બની જાય છે. આ વર્ષે નવરાત્રિ કેટલા દિવસની છે અને ક્યારે શરૂ થઈ રહી છે? આવો જાણીએ

ક્યારે છે શુભ મૂહૂર્ત

વૈદિક હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ આ વર્ષે 29 માર્ચે સાંજે 4:32 વાગ્યે શરૂ થઈ રહી છે. જે બીજા દિવસે એટલે કે 30મી માર્ચે બપોરે 12.45 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિ અનુસાર, ચૈત્ર શુક્લ એકમ  તિથિ આ દિવસથી જ નવરાત્રિ શરૂ થશે. આ વખતે નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી હશે, અષ્ટમી અને નવમી તિથિ એક જ દિવસે એટલે કે 9 એપ્રિલે હશે.

નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને અશુભ મનાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget