શોધખોળ કરો
Advertisement
Mahashivratri 2021: જાણો ક્યારે છે દેવાધિદેવ મહાદેવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિ, બની રહ્યો છે વિશેષ યોગ
પંચાગ અનુસાર મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચ, 2021ના રોજ છે. ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
Mahashivratri 2021: મહાશિવરાત્રિના પર્વનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. શિવરાત્રિનું પર્વ ભગવાન શિવને સમર્પિત છે. શિવભક્તોને વર્ષ દરમિયાન આ પર્વની રાહ હોય છે. આ દિવસે ભગવાન શિવને અભિષેક અને તેમની પ્રિય ચીજોનો ભોગ લગાવવાથી જીવનમાં આવતી અનેક પરેશાનીઓતથી મુક્તિ મળે છે. કુંવારી કન્યાઓ આ દિવસે મનગમતો સાથી મેળવવા ભોળાનાથની વિશેષ પૂજા કરે છે.
ક્યારે છે મહાશિવરાત્રિ
પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચ, 2021ના રોજ આવે છે. મહા વદ 14ના રોજ આ પર્વ મનાવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌથી પહેલા જીવનના પ્રચાર-પ્રયાસનો પ્રયત્ન કર્યો હતો. તેથી ભગવાન શિવને આદિદેવ પણ કહેવાય છે.
બની રહ્યો છે વિશેષ યોગ
પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે અને શિવ યોગ બની રહ્યો . આ દિવસે ચંદ્ર મકર રાશિમાં રહેશે. આ દિવેસ વિધિ પૂર્વક આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
ચાતુર્માસમાં ભગવાન શિવ પૃથ્વીનું કરે છે ભ્રમણ
ભગવાન શિવ ચાતુર્માસમાં પૃથ્વીનું સંચાલન તેમના હાથમાં લેતા હોવાનું કહેવાય છે. ચાતુર્માસમમાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વીનું પરિભ્રમણ કરીને આશીર્વાદ આપતાં હોવાનું કહેવાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement