પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી કરી છે. અગામી સપ્તાહમાં રાજ્યના મોટાભાગમાં વરસાદ વરસી શકે છે.
અમદાવાદ: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ માવઠાની આગાહી કરી છે. અગામી સપ્તાહમાં રાજ્યના મોટાભાગમાં વરસાદ વરસી શકે છે. રાજ્યમા ફરી એક વખત માવઠાની આગાહી કરાઈ છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠું થશે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે. 21થી 28 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે. ડિસેમ્બર મહિનાની 25, 26 અને 27 તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ઝાપટા પડવાની શક્યતાઓ છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે ઉત્તર ભારતના પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જે ખૂબ જ મજબૂત છે. જ્યારે દક્ષિણ ભારત પર ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે. આ કારણે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે. આ બન્ને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશ બની રહ્યું છે. તેના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદની સંભાવનાઓ છે.
કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
સોરાષ્ટ્રમાં કરાઈ વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના મોરબી,જામનગર,દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીની આગાહી
દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે. ત્રણ દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે