Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
સોરાષ્ટ્રમાં કરાઈ વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના મોરબી,જામનગર,દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી
દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે. ત્રણ દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.