શોધખોળ કરો
6 ગ્રહો એક જ સીધી દિશામાં આવતા આ એક રાશિ પર સૌથી વધુ અસર જોવા મળશે
મકર રાશિમાં 59 વર્ષ બાદ છ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. આ રાશિમાં બુઘ, ગુરૂ,શુક્ર, શનિ અને સૂર્ય અને ચંદ્રમા બિરાજમાન છે. ગ્રહોનો આવો સંગમ 1962માં જોવા મળ્યો હતો. જ્યારે મકર રાશિમાં એક સાથે 6 ગ્રહ આવ્યા હતા. આ યુતિ યષ્ટગ્રહી યોગ બનાવે છે. જાણીએ આ યુતિની મકર રાશિ પર શું અસર થશે

ધર્મ જ્યોતિષ:મકર રાશિમાં 59 વર્ષ બાદ છ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. આ રાશિમાં બુઘ, ગુરૂ,શુક્ર, શનિ અને સૂર્ય અને ચંદ્રમા બિરાજમાન છે. ગ્રહોનો આવો સંગમ 1962માં જોવા મળ્યો હતો. જ્યારે મકર રાશિમાં એક સાથે 6 ગ્રહ આવ્યા હતા. આ યુતિ યષ્ટગ્રહી યોગ બનાવે છે. જાણીએ આ યુતિની મકર રાશિ પર શું અસર થશે. મકર રાશિમાં 6 ગ્રહ એક સાથે ભેગા થતાં વર્ષોથી ચાલતા વાદ વિવાદ, કોર્ટ કચેરીમાં ચાલતા મામલાનો અંત આવી શકે છે. ધનસંપત્તિ અથવા પૈતૃક સંપતિ સાથે જોડાયેલી બાબતોમાં મુશ્કેલી આવી શકે છે. ઉપરાંત અનાયાસ ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે. વૈવાહિક જીવનમાં ઉથલપાથલ થઇ શકે છે. રિલેશનશિપમાં પણ મકર રાશિના જાતકને મુશ્કેલી આવી શકે છે. લગ્નની વાત ચાલતી હોય તો કોઇ વિઘ્ન સર્જાઇ શકે છે. સ્થિતિ સામાન્ય થતા 2 મહિના લાગી જશે. વેપાર કારોબાર સાથે જોડાયેલી વ્યક્તિઓ માટે ખૂબ જ સારો સમય છે. મકર રાશિના જાતકને આ સમય દરમિયાન વેપારમાં લાભ થશે. વ્યાપારિક સંબંધ સુધરશે. સ્વાસ્થ્યમાં ગરબડ સર્જાઇ શકે છે. મૂડ સ્વિંગ, માનસિક તણાવ, અનિદ્રા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. ઉપરાંત અકસ્માતથી પણ સાવધાન રહેવું. ટૂંકમાં કહીએ તો 6 ગ્રહોથી મકર રાશિના જાતકને શુભ-અશુભ બંને પ્રકારનું ફળ મળશે. આપને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. 9થી 12 ફેબ્રુઆરી સુધી સાવધાનીથી યાત્રા કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિમાંથી ચંદ્રમાના જવાથી સ્થતિ અનુકૂળ થવા લાગશે.
વધુ વાંચો



















