શોધખોળ કરો
Advertisement
રક્ષાબંધન 2020: જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે ?
રાખડીને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં રક્ષા સૂત્ર અંગે વિસ્તારથી જણાવાયું છે.
નવી દિલ્હીઃ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું બંધન રક્ષાબંધન ૩ ઓગસ્ટના દિવસે છે. બહેન ભાઈને રાખડી બાંધવા વર્ષભર રાહ જોતી હોય છે. જ્યારે શુભ મુહૂર્તમા બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે રક્ષાબંધનનું મહત્વ વધી જાય છે. આ વખતે રક્ષા બંધન અને શ્રાવણનો સોમવાર એક સાથે હોવાથી વિશેષ મહત્વ છે.
રક્ષાબંધન પર રાખડી બાંધીને બહેન ભાઈની લાંબી ઉંમરની શુભકામના કરે છે. જ્યારે ભાઈ પણ પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે. રાખડીને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં રક્ષા સૂત્ર અંગે વિસ્તારથી જણાવાયું છે.
આ વર્ષે ભાઈને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 9. 27 થી રાતના 9.17 સુધી છે. આ વર્ષે 12 કલાકનો સુવર્ણ સમય હવાના કારણે ૧૨ કલાક સુધી બહેનો રક્ષાબંધનનો તહેવાર ની ઉજવણી કરી શકશે. આ વર્ષે ભદ્રાની સમાપ્તિ સવારે 09:26 કલાકે થતી હોવાના કારણે આ વર્ષે આ 12 કલાકનો સુવર્ણ સમયનો સંયોગ સર્જાયો છે.
જો વિવિધ સમસ્યાઓ નહીં ઉકેલવામાં આવે તો પીએમ મોદીનું રાજીનામું માંગવામાં આવી શકે છેઃ સંજય રાઉત
BCG રસી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકે છે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion