(Source: ECI/ABP News/ABP Majha)
વર્ષ 2022માં આટલા છે શુભ મુહૂર્ત, આ મહિનામાં છે લગ્નના સૌથી વધુ મુહૂર્ત
થોડા દિવસો બાદ વર્ષ 2021 વિદાય લેશે અને નવું વર્ષ 2022ની શરૂઆત થઇ જશે.
ધર્મ ડેસ્કઃ થોડા દિવસો બાદ વર્ષ 2021 વિદાય લેશે અને નવું વર્ષ 2022ની શરૂઆત થઇ જશે. આગામી વર્ષ લગ્ન કરવા ઇચ્છુક યુવક યુવતીઓ માટે ખૂબ સારુ રહેશે કારણ કે આગામી વર્ષ દરમિયાન લગ્ન માટે 51 શુભ મુહૂર્ત છે.વર્ષ 2022માં પાંચ વર્ષ બાદ એવુ થશે કે લગ્ન માટે 51 શુભમુહૂર્ત આવશે.. જેમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ લગ્ન માટે 10 શુભ મુહૂર્ત છે. ખાસ કરીને 20 જાન્યુઆરીએ સૌથી વધુ લગ્ન લેવાશે.
વર્ષ 2022ના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્નનું એક પણ મુહૂર્ત નથી. કોરોનાને લીધે મોકૂફ રખાયેલા ચાલુ વર્ષના લગ્ન પણ 2022ના પ્રારંભમાં યોજાઈ શકે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવતા લગ્નના શુભ મુહૂર્ત માટે અત્યારથી જ પાર્ટી પ્લોટ અને મેરેજ હોલનું બુકિંગ ફુલ થઈ ગયું છે. જો કે હાલમાં સતત વધી રહેલા કોરોના અને ઓમિક્રોનના ભયને લીધે લગ્ન પ્રસંગમાં કોરોના અને કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું ગ્રહણ નડી શકે છે. 15 જાન્યુઆરીથી લગ્નની શરૂઆત થશે. જેમાં આ વર્ષે ગણતરીના જ શ્રેષ્ઠ 51 લગ્નના મુહૂર્ત રહેશે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 40 અને નવેમ્બર-ડિસેમ્બરમાં 11 લગ્નના મુહૂર્ત રહેશે. આ વર્ષે થોડા ઓછા કહી શકાય તે પ્રમાણે લગ્નના મુહૂર્ત છે.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે