(Source: ECI/ABP News/ABP Majha)
Adhik Maas Amavasya 2023: અધિક શ્રાવણની અમાસ છે ખાસ, જાણો સ્નાન-દાન મુહૂર્ત, આ ચીજોના દાનથી દૂર થશે તમામ કષ્ટ
Adhik Maas Amavasya 2023 Date: અધિક માસ 3 વર્ષમાં એકવાર આવે છે, તેથી આ વખતે અધિક માસની અમાસ પર, કેટલાક ખાસ ઉપાયો કરીને, તમે બધા દોષોથી મુક્તિ મેળવી શકો છો.
Adhik Maas Amavasya 2023 : અધિક માસની અમાસ 16 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ દિવસે અધિક શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. અધિક માસની પૂર્ણિમા અને અમાસ વધુ વિશેષ માનવામાં આવે છે, આ દિવસે કરવામાં આવેલા ઉપાય, દાન, સ્નાન, પૂજા, જપ, તપસ્યા વર્ષો સુધી પુણ્ય ફળ આપે છે.
3 વર્ષે આવે છે અધિક માસ
અધિક માસ 3 વર્ષમાં એકવાર આવે છે, તેથી આ વખતે અધિક માસની અમાસ પર, કેટલાક ખાસ ઉપાયો કરીને, તમે બધા દોષોથી મુક્તિ મેળવી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો. અધિક માસ અમાસનો શુભ સમય, પૂજા પદ્ધતિ અને ઉપાયો.
અધિક માસ અમાસ 2023 મુહૂર્ત
- અધિક માસ અમાસ તારીખ શરૂ થશે - 15 ઓગસ્ટ 2023, બપોરે 12:42 કલાકે
- અધિક માસ અમાસ તારીખ પૂર્ણ થશે - 16 ઓગસ્ટ 2023, બપોરે 03.07 કલાકે
સ્નાનનો સમય - સવારે 04.20 થી સવારે 05.02
- લાભ (ઉન્નતિ) – સવારે 06:20 થી સવારે 07:55
- અમૃત (શ્રેષ્ઠ) સવારે 07:55 થી સવારે 09:31
- શુભ (શ્રેષ્ઠ) - સવારે 11:07 થી બપોરે 12:43
- સાંજનું મુહૂર્ત - સાજે 05:30 થી રાત્રે 07:06
અધિક માસ અમાસ દાન
- વસ્ત્રો – અધિક માસની અમાસ પર પિતૃઓનું ધ્યાન કરીને બ્રાહ્મણોને ધોતી, ગમછા વગેરે વસ્ત્રોનું દાન કરો. એવું માનવામાં આવે છે કે પિતૃદોષથી મુક્તિ મળે છે.
- દીવાઓનું દાનઃ- પુરાણોમાં કહેવાયું છે કે અમાસની રાત્રે નદીમાં દીવાનું દાન કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે, મૃત્યુ પછી યમલોકનો ત્રાસ સહન કરવાનો નથી.
- અન્ન – અધિક માસ અમાસના દિવસે ચોખા, લોટ, ખાંડ, દૂધ, ઘી જરૂરિયાતમંદોને દાન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અધિક માસ અમાસ પૂજાવિધિ
અધિક માસ અમાસના દિવસે પવિત્ર નદીમાં અથવા ઘરમાં સૂર્યોદયથી નદીના જળથી સ્નાન કરો. સૂર્ય અને તુલસીને જળ અર્પણ કરો. બપોરે પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરો. વિવાહિત મહિલાઓ આ દિવસે પીપળના ઝાડની પ્રદક્ષિણા કરીને તેમના પતિના લાંબા આયુષ્યની કામના કરે છે. પૂર્વજોના નામે દાન કરો. સાંજે ઘરની દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવો, તેનાથી સુખ-શાંતિ મળે છે. અમાસની તિથિના અંત પહેલા તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો, તેનાથી અમાસના કારણે થતા દોષો દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
સૌથી મોટું પુણ્ય છે દાન, જાણો સપ્તાહના કયા દિવસે કઈ ચીજનું કરશો દાન