Chaitra Navratri 2022: આ તારીખથી થઇ રહ્યો છે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, મા દુર્ગાની વિશેષ કૃપા માટે નવ દિવસ કરો આ કામ
Chaitra Navratri 2022: નવરાત્રિના 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની આરાધનાથી પૂજા કરે છે. શક્તિ આરાધનાના આ પર્વમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપ પણ આ નવ દિવસો આ ભૂલો નહિ કરો તો મા દુર્ગાની વિશેષ કૃપા બની રહેશે.
Chaitra Navratri 2022: નવરાત્રિના 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની આરાધનાથી પૂજા કરે છે. શક્તિ આરાધનાના આ પર્વમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપ પણ આ નવ દિવસો આ ભૂલો નહિ કરો તો મા દુર્ગાની વિશેષ કૃપા બની રહેશે.
નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે 2જી એપ્રિલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને આ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી માતાની અપાર કૃપા રહે છે. આ 9 દિવસો દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. મંદિરો ઉપરાંત લોકો પોતાના ઘરમાં પણ દેવીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરે છે. પરંતુ, શું આપ જાણો છો કે મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પંડિત સુરેશ શ્રીમાળીએ જણાવ્યું કે, કયા નિયમોનું પાલન કરવાથી મા દુર્ગાની કૃપા તમારા પર પણ બની રહે છે.
આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી
પંડિત સુરેશ શ્રીમાળીએ જણાવ્યું કે, નવરાત્રિના 9 દિવસ સુધી લોકો મા દુર્ગાની સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે, પરંતુ કેટલીકવાર લોકો જાણ્યે-અજાણ્યે કેટલાક એવા કામ કરે છે, જેના કારણે દેવી ક્રોધિત થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો અને આ ભૂલો ન કરો તો દેવી પ્રસન્ન થશે. નવરાત્રિના 9 દિવસ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
નવરાત્રિમાં આ કામ કરવાથી મા દુર્ગા થાય છે કોપાયમાન
- કોઈપણ મહિલાનું અપમાન કરવું દેવીના અપમાન વા બરાબર છે, તેથી તેનું હંમેશા સન્માન કરવું જોઈએ. નવરાત્રોમાં કન્યાઓની પૂજા કરવી અને કન્યાઓને ભોજન કરાવવાથી માતા પ્રસન્ન થાય છે. આ સમયે કન્યા પૂજન અને તેને ભોજન કરાવવાનું વિશેષ માહાત્મ્ય છે.
- આમ તો સ્વસ્છતા એ આપણી જિંદગીનું હંમેશા પાલન કરાતું સૂત્ર હોવું જોઇએ. આ દિવસમાં જાતને પવિત્ર રાખીને ઘર અને તેની આસપાસ પણ સ્વસ્છતા જાળવી જરૂરી છે.
- આ નવ દિવસોમાં વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં.
- જ્યાં પણ મા દુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. ત્યાં અખંડ દીપક રાખવો જોઇએ અને આવા ઘર ખાલી ન રાખવું જોઈએ. ઘરનો એક સભ્ય હંમેશા ઘરમાં રહેવો જોઈએ.
- નવરાત્રિ દરમિયાન દિવસ દરમિયાન સૂવું ન જોઈએ. માતાજીની આરાધના અને મંત્રો જાપ કરવા આ સમયમાં વિશેષ ફળદાયી બને છે.
- સાત્વિક ભોજન જ કરવું જોઇએ. આ સમય દરમિયાન સાધના સાથે આરાધના અને ઉપવાસનું પણ મહત્વ છે. જેવો અન્ન તેવો ઓડકાર, જો આ સમયે દૂધ અને ફળાહાર કરી ઉપવાસ કરવામાં આવે તો મન શાંત રહે છે અને ક્રોધથી બચતા કુકર્મ અને વાણી દોષથી બચી શકાય છે અને સાત્વિક ભોજનથી મન ભક્તિમાં લીન રહે છે.
- કોઈનું દિલ દુભાવવું એ સૌથી મોટું પાપ છે. મનમાંથી નકારાત્મકતાને દૂર રાખો. સકારાત્મક વિચારસરણી રાખો. કારણે આપના વ્યવહારથી દુઃખી ન થવું જોઈએ, કોઈના દુઃખમાં સહારો બનવાનો પ્રયત્ન કરો. ઘરનું વાતાવરણ એવું બનાવો કે પરિવારમં ખુશીઓ હંમેશા બની રહે.
- જ્યારે પણ આપ પૂજામાં બેસો ત્યારે માતાના મનપસંદ રંગોના લાલ, પીળા, ગુલાબી અને લીલા કપડાંનો ઉપયોગ કરો, આ દિવસોમાં કાળા કપડાં પહેરવાનું ટાળો.
- કોઈની ટીકા કે નિંદા કરવાથી અને જૂઠું બોલવાથી દૂર રહેવું જોઈએ.
- જો આપ 9 દિવસ સિવાય આપના જીવનમાં આ વાતોનું પાલન કરશો તો તમે અને તમારો પરિવાર હંમેશા માતા રાનીની છત્રછાયામાં રહેશો અને મા દુર્ગાની કૃપા સદૈવ રહેશે.