Dhanteras 2022: ઘનતેરસ પર ખાલી વાસણ ખરીદી ઘરમાં ના લાવતા, આ ત્રણ વસ્તુઓ મુકીને કરો પ્રવેશ
આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.
![Dhanteras 2022: ઘનતેરસ પર ખાલી વાસણ ખરીદી ઘરમાં ના લાવતા, આ ત્રણ વસ્તુઓ મુકીને કરો પ્રવેશ Dhanteras 2022: Bring utensil at home with these auspicious things in IT Dhanteras 2022: ઘનતેરસ પર ખાલી વાસણ ખરીદી ઘરમાં ના લાવતા, આ ત્રણ વસ્તુઓ મુકીને કરો પ્રવેશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/15/da034da31845649eb8f27a4840e68b111665834056095560_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dhanteras 2022: હિન્દુ ધર્મમાં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબર, સોમવારના રોજ છે. આ 4 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. તેની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ વખતે ધનતેરસની પૂજા 22 ઓક્ટોબરે કરવી જોઈએ જ્યારે બંને દિવસે ખરીદી કરી શકાય છે. જો કે લોખંડની વસ્તુઓ, વાહન વગેરેની ખરીદી રવિવારે જ કરવી જોઈએ.
લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે
ધનતેરસના દિવસે સોના-ચાંદી, ધાણા, સાવરણી અને નવી વસ્તુઓ ખરીદવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી દેવી લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને ધન કુબેર પ્રસન્ન થાય છે. ઘણા લોકો ધનતેરસ પર વાસણો પણ ખરીદે છે. ધનતેરસ પર ખરીદેલા વાસણોને અમૃત કલશ માનવામાં આવે છે. તેથી આ વાસણોને ઘરમાં ખાલી ન લાવવા જોઈએ. ચાલો જાણીએ કે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં તમે કઈ શુભ વસ્તુઓ લાવી શકો છો.
સાત પ્રકારના અનાજઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદો છો તો તેમાં સાત પ્રકારના અનાજ લાવશો તો તે વધુ શુભ રહેશે. તમે આ વાસણમાં જવ, સફેદ તલ, ચોખા, ઘઉં, કાળા ચણા, મગ કે મસૂર દાળ પણ લાવી શકો છો. આ અનાજ દેવી-દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે છે.
ચોખાઃ
મંદિરોમાં પૂજા હોય કે કોઈ ધાર્મિક વિધિ, ચોખા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. સનાતન ધર્મમાં તેને અક્ષત કહે છે. અક્ષત પણ દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દેવતાઓને ચઢાવવામાં આવતી ખીર અને મીઠાઈઓમાં પણ થાય છે. ચોખા વાસણમાં મુકીને તમે એ વાસણ ઘરમાં લાવી શકો છો.
જળઃ
જો તમે ધનતેરસના દિવસે વાસણ ખરીદતા હોવ તો તેમાં પાણી ભરીને ઘરે લાવી શકો છો. સનાતન ધર્મમાં પાણીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. પાણી બ્રહ્માંડના પાંચ તત્વોમાંનું એક છે અને તેને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે. વાસણમાં પાણી ભર્યા પછી તમે તેમાં થોડું ગંગાજળ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે ધનતેરસ પર ખરીદેલા વાસણોમાં મધ અથવા દૂધ ભરીને પણ લાવી શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)