ઘરમાં પૂજા બાદ આ અલગ અલગ સામગ્રીનો નિત્ય ધૂપ કરવાથી થાય છે આ લાભ
અગરબત્તી કે ધૂપ સળગાવવાની પરંપરા તમામ ધર્મોમાં કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. હિંદુ ધર્મમાં પણ પ્રાચીન કાળથી ધૂપ કરવાની પરંપરા છે. હિંદુ ધર્મમાં ભાગ્યે જ એવી કોઈ પૂજા હશે જે અગરબત્તીની સુગંધ વિના પૂર્ણ થઈ હોય
Dhoop tips:અગરબત્તી કે ધૂપ સળગાવવાની પરંપરા તમામ ધર્મોમાં કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. હિંદુ ધર્મમાં પણ પ્રાચીન કાળથી ધૂપ કરવાની પરંપરા છે. હિંદુ ધર્મમાં ભાગ્યે જ એવી કોઈ પૂજા હશે જે અગરબત્તીની સુગંધ વિના પૂર્ણ થઈ હોય. આ સાથે ધૂપ કરનવાથી મનને શાંતિ મળે છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. હિંદુ શાસ્ત્રોમાં ધૂપ સળગાવવાનું કે ધૂની આપવાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વિવિધ વસ્તુઓની ધૂણી અલગ-અલગ અસરો અને ફાયદાઓ ધરાવે છે. આવી ઘણી વસ્તુઓ છે, નિયમિત રીતે ધૂણી લગાવવાથી આપણે રોગો અને દોષોથી મુક્ત રહી શકીએ છીએ. આવો જાણીએ કે તમે ઘુની કઈ કઈ અલગ-અલગ વસ્તુઓથી કરી શકો છો
કપૂર અને લવિગનો ધૂપ
ઘરમાં નિત્ય પૂજા બાદ કપૂર અને લવિંગનો ધૂપ કરવો જોઇએ. આવું કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે થે. સ્વાસ્થ્ય સારૂ રહે છે. ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ નથી કરતી.
ગૂગળનો ધૂપ
ગૂગળનો ધૂપ ખૂબ જ સુગંધિત સામગ્રી છે. આ ઘૂપથી ઘરમાં કલેશ શાંત થાય છે. માનસિક રોગમાં પણ લાભકારી છે. ગૂગળનું ધૂપ અનેક રીતે ગુણકારી છે. જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર નથી થતો.
લોબાનનો ધૂપ
લોબાન ધૂપ પણ ખૂબ અસરકારક છે. તેને બાળવાના કેટલાક નિયમો છે. તેને સ્મોલ્ડરિંગ સ્ટિક અથવા એમ્બર પર મૂકીને બાળી નાખવામાં આવે છે. તેને બાળવાથી અલૌકિક શક્તિઓ આકર્ષાય છે અને દૂર પણ થઇ જાય છે. તેથી નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ તેનો ધૂપ કરવો જોઇએ.
લીમડાના પાનનો ધૂપ
લીમડો જીવાણું નાશક છે. સપ્તાહમાં એક કે બે વખત લીમડાના પાનનો ઘૂપ કરો. તેનાથી ઘરમાં છુપાયેલા કીટાણું મરે છે. આવું કરવાથી ઘરમાં રોગો પણ દૂર થાય છે.
દશાંગનો ધૂપ
ગૂગળ, ચંદન, જટામાંસી, લોબાન, રાળ, ખસ, ક્સ્તૂરના સમાન રીતે મિક્સ કરીને તેનું ધૂપ બનાવવામાં આવે છે. તેનાથી રોગ નષ્ટ થાય છે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્કમ રહે છે.