Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યો
Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યો
અમરેલીની પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક જોવા મળ્યા હતા. પોલીસે દીકરીને પટ્ટા માર્યા હોવાથી ગોપાલ ઈટાલિયાએ પણ પોતાની જાતે જ શરીર પર પટ્ટા માર્યા હતા. ઈટાલિયાએ કહ્યું, પોલીસે દીકરીને પટ્ટા માર્યા તો હું પોતાને પટ્ટા મારીશ. ગોપાલ ઈટાલિયાએ કહ્યું, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ...દીકરીને પોલીસે કેવી રીતે પટ્ટા મારી શકે તેમ કહી પોતાને જ પટ્ટા માર્યા હતા. તેમણે કહ્યું, ગુજરાતમાં દીકરીઓ પર અત્યાચાર સાંખી નહીં લેવાય.
અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતાઓએ ઘરે જઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી જણાવી હતી. આ દરમિયાન પીડિત દીકરીએ કહ્યું કે, પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી પોતાની જાતને જ પટ્ટા મારીને કહ્યું, કે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ.
અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહમીથી પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઈટાલીયાએ ન્યાય ન અપાવી શક્યા બદલ પોતાને જાહેર મંચ પર પટ્ટા મારીને સજા કરી હતી.