Diwali 2022: દિવાળી ક્યારે છે ? આ વખતે બની રહ્યો છે શુભ સંયોગ, જાણો લક્ષ્મી પૂજનનો સચોટ સમય
Diwali 2022: સુખ અને સમૃદ્ધિના પ્રતિક એવા દિવાળીના આ તહેવાર પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.
Diwali 2022 Date Time, Shubh Muhurt: સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. પ્રકાશનો તહેવાર દિવાળી 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે દિવાળી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આવો જાણીએ દિવાળીની તારીખ અને લક્ષ્મી પૂજનનો ચોક્કસ સમય.
દિવાળી ક્યારે છે?
પંચાંગ અનુસાર, દિવાળીનો તહેવાર દર વર્ષે આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રકાશનો આ તહેવાર 24 ઓક્ટોબર 2022, સોમવારના રોજ છે. સુખ અને સમૃદ્ધિના પ્રતિક એવા દિવાળીના આ તહેવાર પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ વિધિવત પૂજા કરવામાં આવે છે.
દિવાળી શુભ મુહૂર્ત
- અમાસ તિથિ શરૂ થશે: 24મી ઓક્ટોબરે 06:03 વાગ્યે
- અમાસ તિથિ પૂરી થશે: 24 ઓક્ટોબર 2022 02:44 વાગ્યે
- અમાસ નિશિતા સમયગાળો: 23:39 થી 00:31, 24 ઓક્ટોબર
દિવાળી 2022 : 24 ઓક્ટોબર 2022 ના રોજ
અભિજીત મુહૂર્ત: 24 ઓક્ટોબર સવારે 11:19 થી બપોરે 12:05 સુધી
વિજય મુહૂર્ત: 24 ઓક્ટોબર 01:36 થી 02:21 સુધી
દિવાળી પર લક્ષ્મી પૂજાનો સમય અને મુહૂર્ત
- લક્ષ્મી પૂજનનો સમય મુહૂર્ત: 24 ઓક્ટોબર સાંજે 06:53 થી 08:16 સુધી
- પૂજા સમયગાળો: 1 કલાક 21 મિનિટ
- પ્રદોષ કાળ : 17:43:11 થી 20:16:07
- વૃષભ કાળ: 18:54:52 થી 20:50:43
દિવાળી પર બની રહ્યો છે શુભ સંયોગ
જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે દિવાળી 24મી ઓક્ટોબર 2022ના દિવસે સોમવાર છે અને ત્યાર બાદ 26મી ઓક્ટોબરે બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય, શુક્ર અને કેતુ પહેલેથી જ બિરાજમાન હશે. આનાથી તુલા રાશિમાં અદ્ભુત સંયોગ સર્જાશે. બીજી તરફ દિવાળી પહેલા મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને શનિ મકર રાશિમાં ગોચર કરશે. આ વખતે આવા શુભ સંયોગો સાથેની દિવાળી અનેક રાશિઓનું નસીબ ખોલી શકે છે.
આ પણ વાંચોઃ
ધનતેરસ-દિવાળી પહેલા ઘરનો આ ખૂણો કરી લો સાફ, લક્ષ્મીજીની થશે કૃપા
દિવાળી પર પર્યાવરણનો રાખો ખ્યાલ, આ 4 મજેદાર અને ક્રિએટિવ રીતે મનાવો ઈકો ફ્રેન્ડલી દિવાળી
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.