શોધખોળ કરો

Akshaya Tritiya 2025: અક્ષય તૃતિયાના દિવસે ભૂલથી પણ ન કરો આ વસ્તુની ખરીદી, નોતરશે દુર્ભાગ્ય

Akshaya Tritiya 2025: વૈશાખ શુક્લની તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયા ખરીદી માટે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી ખરીદી સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરે છે.

Akshaya Tritiya 2025: પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ખરીદી કરવા, શુભ કાર્ય કરવા, નવા કાર્યની શરૂઆત કરવા અને દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, અક્ષય તૃતીયાના દિવસે શુભ વસ્તુઓની ખરીદી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થાય છે. આ જ કારણ છે કે લોકો ધનતેરસની જેમ જ અક્ષય તૃતીયા પર પણ મોટા પાયે ખરીદી કરે છે.

અક્ષય તૃતીયા 2025 ક્યારે છે

આ વર્ષે 2025 માં, અક્ષય તૃતીયા, 30 એપ્રિલ 2025, બુધવારના રોજ છે. તૃતીયા તિથિ 29 એપ્રિલે સાંજે 5:31 વાગ્યે શરૂ થશે, જે 30 એપ્રિલના રોજ બપોરે 2:12 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અથવા સૂર્યોદયની તિથિની ગણતરી મુજબ, અક્ષય તૃતીયા 30મી એપ્રિલે જ માન્ય રહેશે. આ દિવસે પૂજા અને ખરીદીને લગતા તમામ કામ થશે.

સોનું ખરીદવાનો સમયઃ જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનું કે અન્ય ધાતુના આભૂષણો વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે 30 એપ્રિલે સવારે 5:41 થી બપોરે 2:12 સુધી ખરીદી કરી શકો છો.

અક્ષય તૃતીયા પર શુભ યોગ રચાશે

અક્ષય તૃતીયા પર ઘણા શુભ અને દુર્લભ યોગો બની રહ્યા છે. જે તમારું ભાગ્ય બદલી નાખશે. આ યોગ ધન અને સંપત્તિમાં ઘણો ફાયદો કરાવશે. તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસે એટલે કે 30 એપ્રિલે બપોરે 12:02 વાગ્યે શોભન યોગનો સંયોગ છે. આ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસભર ચાલવાનો છે અને શુભ યોગ પણ બનશે. અક્ષય તૃતીયાના દિવસે રોહિણી અને મૃગશિરા નક્ષત્રનો સંયોગ થશે. ગર અને  વાણિજ કરણ યોગ રહેશે.

અક્ષય તૃતીયા પર ખરીદીનું મહત્વ

ખાસ કરીને અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય લોકો આ દિવસે અન્ય વસ્તુઓ પણ ખરીદે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ .છે જેને અક્ષય તૃતીયા પર ખરીદવી શુભ માનવામાં આવતી નથી. તો જાણી લો અક્ષય તૃતીયા પર કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ના ખરીદવી જોઈએ

અક્ષય તૃતીયા પર શું ખરીદવુંઃ

અક્ષય તૃતીયા પર તમે સોના-ચાંદીના આભૂષણો, પિત્તળ અને કાંસા જેવી ધાતુમાંથી બનેલા વાસણો, મકાન, દુકાન કે મકાન જેવી મિલકતો, વાહનો, ફર્નિચર, નવા કપડાં, પુસ્તકો, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, કૃષિ સાધનો જેવી વસ્તુઓ ખરીદી શકો છો.

અક્ષય તૃતીયા પર શું ન ખરીદવુંઃ- વાસ્તુશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયા પર કેટલીક વસ્તુઓની ખરીદી કરવી વર્જિત  છે. આ દિવસે તમારે એલ્યુમિનિયમ, સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો કે તેનાથી સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આવું કરવાથી દુર્ભાગ્ય આવે છે. ઉપરાંત, આ દિવસે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો. અક્ષય તૃતીયા પર લોટરી અથવા જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચશો નહીં. જો તમે કપડાની ખરીદી કરી રહ્યા હોવ તો ધ્યાન રાખો કે કાળા રંગના કપડા ન ખરીદો, કાંટાવાળા છોડ ખરીદવા પણ આ દિવસે શુભ માનવામાં આવતા નથી.

ટોપ સ્ટોરી

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget