શોધખોળ કરો

જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"

સુરતના સરથાણામાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન: હીરા સોલંકીએ બગદાણા હુમલા કેસમાં તોડ્યું મૌન; કહ્યું- "હુમલાખોરોએ દહેશત ફેલાવવા વીડિયો ઉતાર્યો એ મને મગજમાં ખટકી ગયું, હવે કોઈની શરમ નહીં ભરાય."

Hira Solanki Statement Surat: ભાવનગરના બગદાણા (Bagdana) ના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ બાદ માહોલ ગરમાયો છે. ગત રાત્રે એટલે કે 26 January ના રોજ સુરત (Surat) ના સરથાણા વિસ્તારમાં કોળી સમાજ (Koli Samaj) ની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજુલાના ધારાસભ્ય અને સમાજના અગ્રણી હીરા સોલંકી (Hira Solanki) એ અત્યંત આક્રમક શૈલીમાં હુંકાર કરતા કહ્યું હતું કે, "સમાજ સામે થતી આવી દાદાગીરી (Dadagiri) હવે પછી કોઈ પણ હોય, સહન કરવામાં આવશે નહીં."

"એકલો માર ખાતો હતો છતાં માફી ન માગી" સરથાણાના મેલડી માતાના મંદિર પાસે યોજાયેલી આ બેઠકમાં હીરા સોલંકીએ નવનીત બાલધિયાની હિંમતને બિરદાવી હતી. તેમણે કહ્યું, "એક માર ખાય છે અને સામે આઠ-આઠ જણા મારે છે. છેતરીને બોલાવીને માર્યો, છતાંય એ 'ભડના દીકરા'એ (Brave Son) હજુ સુધી માફી નથી માગી. આ મર્દાનગીની વાત છે, આ સમજજો. મારવું અને માર ખાવું એ બંને મર્દાનગીની જ નિશાની છે."

"વીડિયો ઉતાર્યો એ મને ખટકી ગયું" હુમલાખોરો દ્વારા વાયરલ કરવામાં આવેલી ક્લિપ (Viral Video) અંગે નારાજગી વ્યક્ત કરતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે માર ખાનારનો પરિવાર પુરાવા માટે વીડિયો ઉતારતો હોય છે. પરંતુ અહીં તો ઉલટું થયું, મારવાવાળાએ જ દહેશત (Terror) ઊભી કરવા માટે પોતે જ વીડિયો બનાવ્યો. આ વાત મને ખૂબ દુઃખ આપી ગઈ અને મારા મગજમાં ખટકી ગઈ છે. આવી રીતે દહેશત ફેલાવવી અને દાદાગીરી કરવી એ હવે ચલાવી લેવામાં નહીં આવે."

સમાજની એકતા અને શાંતિ આ મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ખાસ વાત એ હતી કે હજારોની મેદની હોવા છતાં લોકો જમીન પર બેસીને એકદમ શાંતિપૂર્વક પોતાના નેતાને સાંભળી રહ્યા હતા. હીરા સોલંકીના આગમનથી ઉપસ્થિત લોકોમાં એક અલગ જ જોસ્સો જોવા મળ્યો હતો. આ બેઠક માત્ર ચર્ચા માટે નહીં પણ અન્યાય સામે એકજુટ થવાનો સંદેશ આપવા માટે મળી હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. ઉલ્લેખનીય છે કે, નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે, પરંતુ સામાજિક સ્તરે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હજુ પણ યથાવત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget