શોધખોળ કરો

ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?

Wheat MSP Price: ખેડૂતો માટે ખુશખબર છે. સરકારે રવિ સીઝન માટે ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર કર્યા છે. 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી શરૂ થશે અને 4 માર્ચથી ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

Wheat MSP Price: ગુજરાતના ધરતીપુત્રો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2026-27 (Rabi Season) માટે ઘઉંના પાકના 'લઘુત્તમ ટેકાના ભાવ' (MSP) જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમના પરસેવાની યોગ્ય કિંમત મળી રહે તે હેતુથી સરકાર આ વર્ષે ₹2,585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન 'ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.' દ્વારા કરવામાં આવશે.

જો તમે તમારા ઘઉં સરકારને ટેકાના ભાવે વેચવા માંગતા હોવ, તો તમારે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. આ માટેનો સમયગાળો તારીખ 01 February, 2026 થી 01 March, 2026 સુધી નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂતોએ આ નોંધણી પોતાના ગામમાં જ ગ્રામ્ય કક્ષાએ 'વીસીઈ' (VCE) મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે, જેથી તેમને તાલુકા મથકે ધક્કા ખાવા ન પડે.

સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સરકારે કડક પગલાં લીધા છે. રજીસ્ટ્રેશન વખતે ખેડૂત ખાતેદારોનું 'બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન' (Biometric Authentication) કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જે ખેડૂતના નામે જમીન છે, તેની આંગળાની છાપ લેવામાં આવશે. આ પદ્ધતિથી ખોટી રીતે લાભ લેનારાઓને અટકાવી શકાશે અને સાચા ખેડૂતોને જ ફાયદો મળશે.

ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયા 04 March, 2026 થી શરૂ થશે અને 15 May, 2026 સુધી ચાલશે. નોંધાયેલા ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે કે તેમણે કઈ તારીખે અને કયા સેન્ટર પર પોતાનો પાક લઈને આવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન સમયે ખેડૂતોએ અમુક દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8/A તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકનો સમાવેશ થાય છે. જો 7/12 માં ઘઉંના પાકની નોંધ ન હોય, તો તલાટીનો સહી-સિક્કા વાળો વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે.

નિગમ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વેચાણ સમયે ખેડૂતે પોતાનું અસલ આધારકાર્ડ સાથે રાખવું પડશે. માત્ર બાયોમેટ્રિક મેચ થશે તો જ ઘઉંનો જથ્થો સ્વીકારવામાં આવશે. જો કોઈ ખેડૂતે ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હશે તો તેમનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે, તેથી સાચી વિગતો જ આપવી હિતાવહ છે.

ખેડૂતોને નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો તેઓ હેલ્પલાઈન નંબરો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે. રાજ્ય સરકારે તમામ ખેડૂતોને સમયસર ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવા અનુરોધ કર્યો છે, જેથી તેઓ ટેકાના ભાવનો મહત્તમ લાભ લઈ શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટ પછી ખેડૂતો માટે કઈ યોજનાઓ આવશે? જાણો દરેક અપડેટ
15 ઓગસ્ટ પછી ખેડૂતો માટે કઈ યોજનાઓ આવશે? જાણો દરેક અપડેટ
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
ગુજરાતમાં ખરીફ સિઝનનું 85% વાવેતર પૂર્ણ: 21 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસની વાવણી
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
15 ઓગસ્ટથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે: ખેડૂતો મોબાઈલથી જાતે કરી શકશે નોંધણી, જાણો પ્રોસેસ
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી
Vegetables Farming: ઓગસ્ટમાં કરો આ ત્રણ શાકભાજીની ખેતી, થશે જબરદસ્ત કમાણી

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget