Amalaki Ekadashi 2021: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ વિધિ વિધાનથી કરો પૂજા, દરેક મનોકામના થશે પૂર્ણ
Amalaki Ekadashi 2021: આમલકી એકાદશીને બધી જ એકાદશીમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે. જે વ્યક્તિ શ્રદ્ધા સાથે શ્રીહરિનુ વ્રત અને આરાધના કરે છે. તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તો આવો જાણીએ આમલકી એકાદશી પર કઇ રીતે વિષ્ણુના કૃપાપાત્ર બની શકાય
Amalaki Ekadashi 2021: આમલકી એકાદશીને બધી જ એકાદશીમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન છે. જે વ્યક્તિ શ્રદ્ધા સાથે શ્રીહરિનુ વ્રત અને આરાધના કરે છે. તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. તો આવો જાણીએ આમલકી એકાદશી પર કઇ રીતે વિષ્ણુના કૃપાપાત્ર બની શકાય
ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે મનાવવામાં આવે છે. આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ દિવસે આંબળાનો ઉપયોગ કરવાથી વિષ્ણુ પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આંબળાના વૃક્ષનું સર્જન ભગવાન વિષ્ણુએ કર્યું હતું. તેથી આ વૃક્ષ સાથે વિષ્ણુ ભગવાનનો સીઘો સંબંઘ છે. આ એકાદશી હોળી પહેલા આવે છે. આ વર્ષે એકાદશી 25 માર્ચ 2021 ગુરૂવારે મનાવવામાં આવશે. વિષ્ણુ ભગવાને પ્રસન્ન કરવા માટે આમલકી એકાદશીએ પૂજા કરવી જોઇએ.
કેવી રીતે કરશો આમલકી એકાદશીની પૂજા
એકાદશીના આગલા દિવસે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરીને સૂવુ. સવારે વહેલા જાગીને સ્નાન ઇત્યાદિ દૈનિક કાર્ય બાદ પ્રતિમાની સામે બાદ જલ લઇને વ્રતનો સંકલ્પ કરો. આ દરમિયાન વ્રતીએ બોલવી જોઇએ કે, ‘હું ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અને મોક્ષની કામનાથી આમલકી એકાદશીનું વ્રત કરી રહી છું. મારૂં આ વ્રત સંપૂર્ણ સફળ થાય અને મને શ્રીહરિના ચરણોમાં સ્થાન મળે’
આમલાના વૃક્ષની પૂજા જરૂર કરો
વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા બાદ આબળાના વૃક્ષની જરૂર પૂજા કરો. વૃક્ષની પૂજા માટે આબળાની મૂળિયાની વેદી બનાવો અને તેના પર કળશની સ્થાપના કરો. કળશમાં દેવતાને આમંત્રિત કરો. કળશમાં સુગંધિત પંચ રત્ન રાખો. પંચ પલ્લવ રાખીને કુમકુમ ચઢાવીને કળશનું સ્થાપન કરો. વિધિવત પૂજા બાદ વિષ્ણુભગવાની સ્તુતિ કરો. આ વ્રત માત્ર ફળાહાર રાખીને કરી શકાય છે. રાત્રીના સમયે ભગવાન વિષ્ણુની આરાધના કરો.