શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર ઘરે લાવો આ પ્રકારની મૂર્તિ , શું છે સ્થાપનાની પૂજા વિધિ?

ગણેશ ચતુર્થી નિમિત્તે મોટાભાગના લોકો માટીની બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે

Ganesh Chaturthi 2024 Murti Sthapana: હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ છે. ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવવી અને તેમની પૂજા કરવી એ એક વિશેષ વિધિ છે, પરંતુ ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિની પસંદગી અને સ્થાપનની પદ્ધતિ બંનેને જાણવું ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે પરંપરાગત રીતે માટીની મૂર્તિઓ ગણેશ ચતુર્થી પહેલા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેઓ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર કરતી નથી અને તેને વિસર્જિત કરી શકાય છે. આ સિવાય પિત્તળ, તાંબા અથવા પંચધાતુની મૂર્તિઓ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થી નિમિત્તે મોટાભાગના લોકો માટીની બનેલી ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ વસ્તુઓથી બનેલી મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં એવી મૂર્તિ લાવવી કે જેનાથી બનેલી વસ્તુઓ કામમાં આવતી અડચણો દૂર કરે છે. તેમજ ઘરમાં ધન-સંપત્તિ ખૂટતા નથી. જો તમે તમારા ઘરમાં ગણેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છો, તો ભગવાન ગણેશની મૂર્તિનું કદ તમારા ઘરના કદ પ્રમાણે હોવું જોઈએ. બહુ મોટી કે નાની હોય એવી મૂર્તિ ન લેવી. તમે તમારી પસંદગી મુજબ ભગવાન ગણેશની મૂર્તિ કોઈપણ મુદ્રામાં લઈ શકો છો. જેમ કે, વિઘ્નહર્તા, ઉમા મહેશ્વર વગેરે.

દ્રિક પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 06 સપ્ટેમ્બરના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને 07 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:37 સુધી ચાલુ રહેશે. ગણેશ ચતુર્થીના દિવસે મધ્યાહન ગણપતિ પૂજાનો સમય સવારે 11:03 થી બપોરે 1:33 સુધીનો રહેશે. પૂજાનો કુલ સમયગાળો 02 કલાક 31 મિનિટનો છે.

ગણેશ ચતુર્થી ક્યારે છે?  (Ganesh Chaturthi 2024 Date)

આ વર્ષે ગણેશ ચતુર્થી 6 સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગ્યાને એક મિનિટ પર શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2024 સાંજે પાંચ વાગ્યાને 37 મિનિટ સુધી રહેશે.

ગણેશ ચતુર્થી 2024માં સ્થાપનનું શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 સપ્ટેમ્બર 2024 ના રોજ સાંજે 05:37 વાગ્યે સમાપ્ત થશે.

મધ્યાહન ગણેશ પૂજા મુહૂર્ત - 11:10 am - 01:39 pm (02 કલાક 29 મિનિટ)

ગણેશ વિસર્જન - 17 સપ્ટેમ્બર 2024

પ્રતિબંધિત ચંદ્ર દર્શનનો સમય - 09:28 am - 08:59 pm

આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને પૂરા આદર, આનંદ અને  વાજતે ગાજતે  તમારા ઘરમાં લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો.        

કયા પ્રકારની પ્રતિમાની શું અસર થશે? 

જો તમે ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાન ગણેશજીની ચાંદીની મૂર્તિ તમારા ઘરમાં લાવશો તો તે તમને ખ્યાતિ અપાવશે.

કેરી, પીપળા અને લીમડાના લાકડામાંથી બનેલી મૂર્તિ લાવવાથી ઉર્જા અને સૌભાગ્ય મળે છે.

પિત્તળની મૂર્તિ ઘરમાં લાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આનંદ આવે છે.

લાકડાની મૂર્તિ ઘરે લાવવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મળે છે.

ક્રિસ્ટલ ગણેશની મૂર્તિ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે છે અને શુભ અને સૌભાગ્ય લાવે છે.

નવવિવાહિત યુગલો માટે તાંબાની ગણેશની મૂર્તિ ખૂબ જ શુભ હોય છે.

ગાયના છાણમાંથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થી પર કેવી રીતે સ્થાપના કરવી 

ગણેશ ચતુર્થીના દિવસે સવારે અથવા બપોરે કોઈ શુભ સમયે મૂર્તિની સ્થાપના કરો. તમે કોઈપણ પંચાંગમાંથી શુભ સમય જાણી શકો છો.

ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં મૂર્તિની સ્થાપના કરો. આ સ્થળ સ્વચ્છ અને શાંત હોવું જોઈએ.

મૂર્તિ સ્થાપિત કરવા માટે મંડપ સજાવો. તમે મંડપને ફૂલો, રંગોળી અને દીવાઓથી સજાવી શકો છો.

મંડપમાં કળશ સ્થાપિત કરો. કળશમાં ગંગાજળ, ચોખા, કેટલાક સિક્કા અને કેરીનું પાન મૂકો.

કળશની સામે મૂર્તિની સ્થાપના કરો. મૂર્તિના પગ પાસે એક નાનો દીવો પ્રગટાવો.

મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ ધૂપ, દીપ અને નૈવેદ્ય ચઢાવો. ગણેશ સ્તોત્રનો પાઠ કરો.

મૂર્તિને ફૂલોથી શણગારો અને ચંદનનું તિલક લગાવો અને અંતે ભગવાન ગણેશના આશીર્વાદ લો.

ભગવાન ગણેશની મૂર્તિને નિયમિતપણે ફૂલ અને પાણી અર્પણ કરો.

આ રંગની મૂર્તિ લાવો

જો તમે તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ લાવી રહ્યા છો, તો તમારે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોશિશ કરો કે જો તમે નવી મૂર્તિ લાવી રહ્યા છો તો તેનો રંગ સફેદ હોવો જોઈએ. આ રંગ પવિત્રતાનું પ્રતીક છે અને આ રંગની મૂર્તિ લાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સિવાય ગણેશ ચતુર્થી પહેલા ભગવાન ગણેશની એક મૂર્તિ લાવો જેની સૂઢ ડાબી બાજુ નમેલી હોય. આવી મૂર્તિ લાવવાથી સમૃદ્ધિ અને સુખ મળે છે.

આ દિશામાં મૂર્તિની સ્થાપના કરો

જો તમે નવી મૂર્તિ ઘરે લાવી રહ્યા છો તો તે બેસવાની મુદ્રામાં અથવા લલિતાસનની મુદ્રામાં હોવી જોઈએ. આ આસન અથવા મુદ્રાની મૂર્તિ તમને શાંતિ અને આરામ આપે છે. ભગવાન ગણેશની મૂર્તિની સાચી દિશા ઘરના પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ ખૂણામાં માનવામાં આવે છે. તમારે આ દિશામાં મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Embed widget