શોધખોળ કરો

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમ માયાવતીએ  એક મોટી કાર્યવાહી કરતા તેમના ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દિધા છે.

નવી દિલ્હી:  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમ માયાવતીએ  એક મોટી કાર્યવાહી કરતા તેમના ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી સસ્પેન્ડ કરી દિધા છે.   માયાવતીએ ગઈકાલે (2 માર્ચ) આકાશ આનંદને પાર્ટીના તમામ મહત્વપૂર્ણ પદો પરથી હટાવી દીધા હતા. હવે BSP ચીફ માયાવતીએ X પર પોસ્ટ કરીને આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કરવાની જાણકારી આપી છે.

BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કરી અને લખ્યું - "ગઈકાલે BSPની અખિલ ભારતીય બેઠકમાં, આકાશ આનંદને તેના સસરા અશોક સિદ્ધાર્થના પ્રભાવમાં રહેવાના કારણે રાષ્ટ્રીય સંયોજક સહિતની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, જેનો તેણે પશ્ચાતાપ કરી  પોતાની  પરિપક્વતા દર્શાવવાની હતી."

પૂર્વ સીએમએ આગળ લખ્યું - "પરંતુ તેનાથી વિપરિત આકાશ દ્વારા આપવામાં આવેલ વિગતવાર જવાબ તેના પસ્તાવો અને રાજકીય પરિપક્વતાનો નહીં,  પરંતુ તેના સસરાના પ્રભાવ હેઠળ મોટાભાગે સ્વાર્થી, ઘમંડી અને ગૈર-મિશનરી છે, જેનાથી બચવાની સલાહ હું પાર્ટીના આવા તમામ લોકોને આપવાની સાથે સજા પણ આપતી રહી છું."

તેમણે લખ્યું - "તેથી, પરમ આદરણીય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના આત્મ-સમ્માન અને સ્વાભિમાનની મૂવમેન્ટના હિતમાં તેમજ  આદરણીય કાંશીરામની અનુશાસનની પરંપરાને અનુસરીને આકાશ આનંદને  તેમના સસરાની જેમ પક્ષ અને આંદોલનના હિતમાં પાર્ટીમાંથી હટાવવામાં આવે છે."

સસરા અશોક સિદ્ધાર્થ જવાબદાર હોવાનું જણાવાયું હતું

તમને જણાવી દઈએ કે 2 માર્ચ (રવિવારે) લખનઉમાં BSPની રાષ્ટ્રીય સ્તરની બેઠક બાદ માયાવતીએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાર્ટીના હિતમાં આકાશ આનંદને તેની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી માટે પાર્ટી નહીં પરંતુ તેના સસરા અશોક સિદ્ધાર્થ સંપૂર્ણપણે જવાબદાર છે. 

આકાશ આનંદે X પર કરી હતી પોસ્ટ

આકાશ આનંદે સોશિયલ મીડિયા X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, હું પરમપૂજ્ય આદરણીય બહેન કુ. માયાવતી જીની કેડર છું, અને તેમના નેતૃત્વમાં મેં ત્યાગ,  વફાદારી અને સમર્પણના અવિસ્મરણીય પાઠ શીખ્યા છે, આ બધા મારા માટે માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનનો ઉદેશ્ય છે. આદરણીય બહેનજીનો દરેક નિર્ણય મારા માટે પથ્થરની લકીર સમાન છે, હું તેમના દરેક નિર્ણયનું સન્માન કરું છું અને તે નિર્ણય સાથે ઉભો છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget