Hanuman Jayanti 2021: હનુમાનજીના શક્તિપ્રદર્શન કરતી મૂર્તિ કે તસવીરને ઘરમાં રાખવાથી થાય છે આ લાભ
Hanuman Jayanti 2021: આજે 27 એપ્રિલ 2021એ હનુમાન જયંતી છે. દેશના હનુમાન મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતી ધૂમધામથી મનાવાય છે. જો કે ગત 2 વર્ષથી કોરોના સંક્મણના કારણે મંદિરમાં જન્મોત્સવ શક્ય નથી બનતો તેથી લોકો ઘરે જ હનુમાન જંયતી ઉજવી રહ્યાં છે. આ વર્ષ પૂર્ણિમાની સાથે જંયતીનો શુભંગ સમન્વય થયો છે. હનુમાનજીને સંકટ મોચન પણ કહેવાય છે. તેથી માન્યતા છે કે આજના દિવસે વ્રત પૂજાથી હનુમંત જીવનના સંકટોને હરી લે છે.

હિન્દુ ધર્મ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે, હનુમાન શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે. તેને કળયુગના જાગૃત દેવ પણ માનવામાં આવે છે. સંકટ મોચન, ભય રોગ, કષ્ટોને હરે છે. હનુમાનજીની કૃપાથી દરેક વિઘ્ન સમાપ્ત થઇ જાય છે.
વાસ્તુશાસ્ત્રમાં હનુમાન જંયતીના શુભ અવસર માટે કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે. જેને કરવાથી પવનપુત્ર હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તો જાણીએ ક્યા ઉપાય છે.
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાના અચૂક ઉપાય
મંગળવારના દિવસે હનુમાનજી સમર્પિત છે. મંગળવારે ગાયની સેવા કરો તેને ઘાસ કે રોટલી ખવડાવો તેનાથી ઘરમાં દરિદ્રતા હશે તો દૂર થશે.
મંગળવારે હનુમાનજીના મંદિરે જઇને તેમને નારિયેળ ચઢાવો. મંદિરમાં ધ્વજા અર્પિત કરો, આ વિધિ બાદ હનુમંતને સુધ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનોકામનાની પૂર્તિ થાય છે. હનુમાનજીને આસન આપી તેની પૂજા કરીને તેમના સન્મુખ બેસીને 7 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. આપની જીવના સંકટોને હનુમંત દૂર કરે છે.
એવી માન્યતા છે કે, હનુમાન જયંતી પર પવન પુત્ર હનુમાનની તસવીર ઘરમાં પવિત્ર સ્થાન પર લગાવો. તસવીર એવી રીતે લગાવો કે હનુમાનજી દક્ષિણ દિશામાં જોતા હોય તેવું દેખાય. દક્ષિણ દિશા મુખી હનુમંતની મૂર્તિ અને તસવીર શુભ મનાય છે. તેને વિશેષ બળશાલી મનાય છે. હનુમંતની શક્તિ પ્રદર્શન કરતી તસવીર લગાવવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો સંચાર નથી થતો.