Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને રાજકોટના શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ. અલગ અલગ બેનરો અને ઢોલ નગારા સાથે ગ્રામજનો વિરોધ કરતા કરતા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા. શાપર વેરાવળ જક્શન પાસે વધારાનો ઓવરબ્રિજ રદ કરવાની ગ્રામજનોએ માગ કરી. શાપર વેરાવળથી રીબડા તરફ અને શાપર વેરાવળથી શીતળા માતાજીના મંદિર સુધી બ્રિજ લંબાવવાને લઈને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.. ગ્રામજનોનો એવો પણ આરોપ છે કે જો બ્રિજ બને તો શાપર વેરાવળના લોકોને અઢી કિલોમીટર ફરીને જવાનો વારો આવશે. એટલુ જ નહીં.. સાત દિવસમાં બ્રિજની ડિઝાઈનમાં ફેરફાર નહીં થાય તો ઉપવાસ આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી.. ગામના આગેવાનોએ આરોપ લગાવ્યો કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જવાબ આપતા નથી.. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લીધે રોજ હજારો વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાય છે..
















