શોધખોળ કરો

Salangpur Hanuman: હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ? પહેલા વાંચી લો આ સમાચાર

Hanuman Jayanti 2023: 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.

Salangpur Hanuman: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Salangpur Hanuman: હનુમાન જયંતિ પર સાળંગપુર દર્શને જવાનો છે પ્લાન ? પહેલા વાંચી લો આ સમાચાર

હનુમાન જયંતી પર કરી લો આ 5 ઉપાય, ખતમ થશે સાડાસાતી અને પનોતની અશુભતા

હનુમાનજીની પૂજા કરવાથી શનિની સાડાસાત વર્ષની અશુભ અસર ઓછી થાય છે. આવી સ્થિતિમાં 6 એપ્રિલ, 2023ના રોજ હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરો, આનાથી શનિ મહાદશીથી છુટકારો મળશે.

હનુમાનજીને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે કુંડળીમાં શનિની મહાદશા (સાડે સતી અને પનોતી ) ચાલી રહી હોય ત્યારે બજરંગબલીની પૂજા કરવી જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર હનુમાનજી એવા દેવતા છે જેમના ભક્તો શનિદેવથી પરેશાન થતા નથી.

શનિ સાડાસાતી  તમને આના કારણે પરેશાન કરી રહ્યી છે, તમે આર્થિક અને માનસિક રીતે પરેશાન છો, તો હનુમાન જયંતિ પર, સવારે સ્નાન કર્યા પછી, પંચમુખી હનુમાનના ચિત્રની સામે ઘીનો દીવો પ્રગટાવો અને પછી શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ સ્વરૂપની પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળ મળે છે. તેનાથી શનિ, પિતૃ અને મંગલ દોષ દૂર થાય છે.

હનુમાન જયંતિના દિવસથી સંકટમોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચઢાવો અને સતત 10 મંગળવાર ઉપવાસ કરો. હનુમાનાષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે.

અત્યારે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં બેઠો છે. આ વર્ષે મકર રાશિમાં શનિદેવનો અંતિમ ચરણમાં છે. કુંભ રાશિમાં બીજો તબક્કો અને મીન રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો  પ્રભાવ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget