Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી અમદાવાદ મનપાની ટીમ-પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું. AMCના એસ્ટેટ વિભાગ અને પોલીસ તરફથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ રહી હતી. ત્યારે જ સ્થાનિક લારી ગલ્લા ધારકોએ પોલીસ અને એસ્ટટ વિભાગની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જોકે પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનારા લોકોનો સામાન ભરી લીધો હતો. પથ્થરમારાની આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રાત્રીના સમયે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ નરોડા પોલીસને સાથે રાખી GEB રોડ પર વેજીટેબલ માર્કેટની બહારના ભાગે દબાણો દૂર કરવા પહોંચી હતી. શાકભાજીની લારીવાળા ધંધો કરી શકે તે માટે વેજીટેબલ માર્કેટ બનાવાયું છે. પરંતું કેટલાક લારી ધારકો રોડની બહાર જ ઉભા રહીને ધંધો કરતા હતાં. જેથી મહાપાલિકાની ટીમે સોમવારના રોડ પરથી આ લારીઓ દૂર કરવા પહોંચી હતી. આ સમયે મોટી સંખ્યામાં લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયું હતું. પોલીસ તરફથી બળપ્રયોગ કરીને ત્યાંથી તમામ લોકોને દૂર ખદેડ્યા હતાં અને દબાણ કરનાર લારી ધારકોની લારીઓ જપ્ત કરી હતી. પથ્થરમારાની આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે કહ્યું એકઠી થયેલી ભીડમાંથી કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા હતાં. આ દરમિયાન ASI કમલેશભાઈને ઈજા પહોંચી હતી. ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે બે આરોપીઓની અટકાયત કરી... જ્યારે અન્યોને ઝડપી લેવા પોલીસે અલગ- અલગ ટીમો બનાવી છે..




















