(Source: ECI/ABP News/ABP Majha)
Holi 2021: હોળીના રંગોનું શું છે વૈજ્ઞાનિક મહત્વ, જાણો ધનપ્રાપ્તિ સહિતની કામનાની પૂર્તિ માટે ક્યાં રંગોથી રમવી જોઇએ હોળી
હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.
હોળી પર્વનો સંબંધ ભગવાન વિષ્ણુ અને શિવ સાથે છે. ભગવાન શિવનો ભસ્મ અભિષેક થાય છે અને તેનો શૃંગાર પણ તેનાથી થાય છે, તો કૃષ્ણ સાથે રંગો અને ફુલોની હોળી રમાય છે.
હોળીનું પર્વ ભકત પ્રહલાદની ભક્તિ અને ભગવાન દ્વારા તેમની રક્ષાના સ્વરૂપે મનાવાય છે. એવું પણ મનાય છે કે, આજના દિવસે કામદેવનો પુન:જન્મ થયો હતો, તો મનુનો જન્મ પણ આજના દિવસે જ થયો હતો. ક્યાંક એવી પણ વાત મળે છે કે, આજના દિવસે પૂતનાનો વધ થયો હતો. આ તહેવારનો સંબંધ શિવ, વિષ્ણુ અને કૃષ્ણ સાથે છે. શિવનો શૃંગાર ભષ્મથી થાય છે. ભષ્મા આરતી પણ થાય છે તો કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ ભગવાનનો શૃંગાર ફુલ અને રંગોથી થાય છે. કૃષ્ણ મંદિરમાં ફુલડોલના ભાગરૂપે રંગોત્સવ પણ ધૂમધામથી ઉજવાય છે, આજના દિવસે કૃષ્ણ મંદિરમાં ફુલોની હોળી રમાય છે.
હોળી રમવા પાછળ વૈજ્ઞાનિક માન્યતા શું છે?
હોળી પહેલા મનમાં ઉદાસી અને તણાવનો ભાવ હોય તો અલગ અલગ રંગ આ ઉદાસી અને તણાવને દૂર કરે છે. લોકો સાથે મળીને હોળી રમવાથી સંબંધોમાં આવેલી કડવાસ દૂર થાય છે. સુગંધ અને રંગ મળીને મન અને શરીરને તરોતાજા કરી દે છે.
કયા રંગોથી હોળી રમવી શુભ મનાય છે
જો આપ ધનધાન્ય અને વૈભવના આશિષ ઇચ્છતાં હો તો ગુલાબી રંગથી હોળી રમવી જોઇએ, જો સ્વાસ્થ્ય માટેની કામના હોય તો લાલ રંગથી હોળી રમવી જોઇએ. વિદ્યા અને શિક્ષણ માટે પીળા રંગથી હોળી રમવી. શીઘ્ર વિવાહ માટે લીલા રંગથી હોળી રમવી. તો કરિયર માટે દુધિયા રંગથી હોળી રમવી જોઇએ .
શું છે હોળી રમવાનું વિધાન?
હોળી રમતા પહેલા રંગો પહેલા ભગવાનને અર્પણ કરવા જોઇએ, હોલિકાની ભષ્મથી શિવનો અભિષેક કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. અલગ- અલગ રાશિનો લોકોએ અલગ-અલગ રંગોથી હોળી રમવી જોઇએ. રાશિ મુજબ હોળી ન રમો તો ઇચ્છિત ફળની પ્રાપ્તિ માટે ઉપરોક્ત જણાવેલ રંગોથી હોળી રમી શકાય.