Janmastami 2021: જન્માષ્ટમી પર આ દુર્લભ સંયોગમાં રાશિનુસાર કરો કૃષ્ણ મંત્રના જાપ, આર્થિક સંકટથી મળશે મુક્તિ
આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર જયંતી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. એવામાં ભક્ત તેની રાશિ અનુસાર મંત્ર જાપ સાથે શ્રીકૃષ્ણનું પૂજન અર્ચન કરે તો વિશેષ ફળદાયી બની શકે છે.
Janmashtami Puja Mantra: આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર જયંતી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. એવામાં ભક્ત તેની રાશિ અનુસાર મંત્ર જાપ સાથે શ્રીકૃષ્ણનું પૂજન અર્ચન કરે તો વિશેષ ફળદાયી બની શકે છે.
હિન્દી કેલેન્ડર મુજબ ભાદ્રપક્ષના કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ એટલે 29 ઓગસ્ટના દિવસે રવિવારે રાત્રે 11 વાગ્યાને 25 મિનિટ પર બેસશે. તો આ જ તિથિનું સમાપન 30 ઓગસ્ટ સોમવાર રાત્રે 12ને 24 મિનિટે થશે. તો રોહિણી નક્ષત્ર પ્રવેશ પણ 30 ઓગસ્ટે સવારે 6 વાગ્યાને 49 મિનિટ પર થશે.
આ વર્ષે જન્માષ્ટમી પર જયંતી યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે. આ યોગમાં ભક્તે તેની રાશિ અનુસાર શ્રીકૃષ્ણનુ પૂજન કરવું જોઇએ. માન્યતા છે કે, આ મહાસંયોગમાં વ્રત અને વિધિ વિધાનથી પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે મંત્રજાપ પૂજન વ્રત કરવાતી ભક્તના આર્થિક, શારિરીક અને માનસિક કષ્ટો દૂર થાય છે.
રાશિનુંસાર કૃષ્ણ મંત્ર જાપ
મેષ: ઓમ કમલાનાથાય નમ:
વૃષભ: શ્રી કૃષ્ણાષ્ટકના પાઠ અને સફેદ પુષ્ટ અવશ્ય અર્પણ કરો.
મિથુન: ઓમ ગોવિંદાય નમ:
કર્ક: રાધાષ્ટકમના પાઠ કરો અને સફેદ પુષ્પ અર્પણ કરો
સિંહ: ઓમ કોટિ સૂર્ય સંપ્રયાય નમ:
કન્યા : ઓમ દેવકીનંદાય નમ:
તુલા: ઓમ લીલાધરાય નમ:
વૃશ્ચિક: ઓમ બરાહાય નમ:
ધનુ અને મીન: ઓમ નમો ભગવસે વાસુદેવાય નમ:
મકર અને કુંભ: ઓમ નમ: કૃષ્ણ વલ્લભાય નમ: