Dhanteras 2023: ધનતેરસના દિવસે સોના સિવાય બીજી શું ખરીદી કરવી, જાણો
ધનતેરસ આજે (10 નવેમ્બર, શુક્રવારે) ઉજવવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોનાની ખરીદી ધનતેરસના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Dhanteras 2023: ધનતેરસ આજે (10 નવેમ્બર, શુક્રવારે) ઉજવવામાં આવી રહી છે. ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને સોનાની ખરીદી ધનતેરસના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ છે ? ચાલો જાણીએ.
ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે અન્ય કેટલીક વસ્તુઓ છે જે ધનતેરસના દિવસે ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઝાડુનો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે. ધનતેરસના દિવસે ઝાડુ ખરીદો અને તેની કંકુ, ચોખા અને ફૂલોથી પૂજા કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
ધાણાની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે
ધનતેરસના દિવસે ધાણાની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી અને તેમને ધાણા અર્પણ કરવા. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. પૂજા થઈ ગયા પછી આ ધાણાને કોઈ કુંડામાં લઈ તેમા વાવવા જોઈએ. આમ કરવાથી વેપારમાં તેજી આવે છે.
વાસણની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે
ધનતેરસના દિવસે વાસણોની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે, ધનતેરસના દિવસે પિત્તળના વાસણો ખરીદવા પણ અતિ શુભ માનવામાં આવે છે. આ સિવાય તમે તાંબાના વાસણો પણ ખરીદવા જોઈએ. પરંતુ ધ્યાન રહે કે સ્ટીલ, પ્લાસ્ટિક કે કાચના વાસણો બિલકુલ ન ખરીદશો. આ દરેક વસ્તુઓનો સંબંધ શનિ અને રાહુ સાથે રહેલો છે. ધનતેરસના દિવસે આ પ્રકારની અશુભ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે. એટલે ભૂલથી પણ કોઈ એવી વસ્તુ ન ખરીદો કે જેનાથી કોઈ અશુભ થાય.
વાસણની ખરીદી કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે. આ સાથે પૌરાણિક કથાઓ પ્રમાણે કારતક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન ધનથી ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાનના હાથમાં પિત્તળનો કળશ હતો, એટલા માટે આ દિવસે પિત્તળના વાસણ ખરીદવાની પરંપરા રહેલી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial