શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nag Panchami 2022: વર્ષમાં ફક્ત એક વખત નાગ પંચમીના દિવસે ખુલે છે ભગવાન મહાદેવનું આ મંદિર

નાગ પંચમીના દિવસે દેશભરના નાગ મંદિરોમાં ભગવાન નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરોમાં કેટલાક દુર્લભ મંદિરો પણ છે જે વિશ્વ પ્રસિદ્ધ છે.

Nag Panchami 2022: હિંદુ ધર્મમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે લોકો ભગવાન શિવની સાથે સાથે નાગ દેવતાની પણ પૂજા કરે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નાગ પંચમીનો તહેવાર શ્રાવણ વદ પાંચમ, તા. 16 ઓગસ્ટ, 2022ને મંગળવારે છે. નાગ પંચમીના દિવસે દેશભરના નાગ મંદિરોમાં ભગવાન નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આ મંદિરોમાં કેટલાક દુર્લભ મંદિરો પણ છે જે વિશ્વ પ્રસિદ્ધ છે. આ દુર્લભ મંદિરોમાં ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. અહીં મંદિરના દરવાજા વર્ષમાં એક જ વખત 24 કલાક માટે ખોલવામાં આવે છે.

વર્ષમાં એક જ વખત નાગપંચમીના દિવસે મંદિર ખુલે છેઃ

ભગવાન નાગચંદ્રેશ્વર મહાદેવ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના બીજા માળે બિરાજમાન છે. આ મંદિર વર્ષમાં એક વખત નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. રાત્રે 12 વાગે મહાનિર્વાણ અખાડાના ગાદીપતિ વિનીત ગિરી મહારાજે અન્ય ઋષિમુનિઓ સાથે નિયમાનુસાર પ્રાર્થના કરીને મંદિરના દરવાજા ખોલે છે. આ પછી સામાન્ય ભક્તો માટે દર્શન ચાલુ થાય છે. નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરની એક વિશેષ ઓળખ છે, અહીં એક દુર્લભ પ્રતિમા સ્થાપિત છે, જે જોવા માટે નાગ પંચમીના અવસરે દેશભરમાંથી ઘણા ભક્તો ઉજ્જૈનમાં આવે છે. મહંત વિનીત ગિરી મહારાજના જણાવ્યા અનુસાર નાગચંદ્રેશ્વર મહાદેવના આશીર્વાદ લેવાથી કાલ સર્પ દોષ દૂર થાય છે. આ સિવાય ઇચ્છિત પરિણામ પણ મળે છે.

મહાદેવના ગળામાં વીંટળાયેલા રહે છે નાગરાજ વાસુકીઃ

દેવોના દેવ ભગવાન મહાદેવનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓથી સંપૂર્ણપણે અલગ છે. ભગવાન શિવના માથા પર ચંદ્ર, હાથમાં ત્રિશુલ અને ડમરુ, વાળમાં ગંગા, શરીરમાં ભભૂતિ અને ગળામાં સાપ છે. પરંતુ આ બધા પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે. નાગરાજ વાસુકીને વીંટળાયેલા હોવાની દંતકથા છે.

શું છે દંતકથા

દંતકથા અનુસાર, સર્પોનો રાજા વાસુકી તેના સંબંધીઓ અને પરિવાર સાથે પાતાળ લોકમાં રહેતો હતો. ભગવાન શિવના અનન્ય ભક્ત વાસુકી  તેમની પૂજામાં લીન રહેતા હતા. એવી ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની પૂજા નાગ જાતિ દ્વારા જ કરવામાં આવતી હતી.

સાગર મંથન સમયે નાગરાજ વાસુકીએ મેરુ પર્વતને પકડીને દોરડાનું કામ કર્યું હતું. એક તરફ દાવન અને એક બાજુ દેવતાઓ તેમને પકડીને ખેંચી રહ્યા હતા. આ દરમિયાન નાગરાજ ગંભીર રીતે ઘાયલ થયા હતો. ભગવાન શિવ વિશ્વના કલ્યાણ માટે સમુદ્ર મંથનના કાર્યમાં તેમના અનુપમ સહયોગથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમની ગરદનને સુંદર બનાવવાનું વરદાન આપ્યું.  ત્યારથી નાગરાજ વાસુકી ભગવાન શિવના ગળામાં બિરાજમાન થઈને તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. બીજી તરફ નાગરાજ વાસુકીના ભાઈ શેષનાગ ભગવાન વિષ્ણુની શૈયાના રૂપમાં હાજર છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલVadodara News |  ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપHarsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠકAhmedabad Bopal Accident case: બોપલ-આંબલી રોડ પર  અકસ્માત કેસમાં મોટા સમાચાર, નબીરા રીપલ પંચાલ સામે નોંધાયા બે ગુના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Embed widget