શોધખોળ કરો

Vrat Tahevar 2024: ઓક્ટોબરમાં દિવાળી,કરવા ચોથ,નવરાત્રી ક્યારે આવશે? જાણો આ મહિનાના વ્રત- તહેવારો

October 2024 Festival: ઘણા મહત્વપૂર્ણ તહેવારો જેમ કે દશેરા, નવરાત્રી, કરવા ચોથ, દિવાળી વગેરે ઓક્ટોબરમાં ઉજવવામાં આવશે. ચાલો જાણીએ કે ઓક્ટોબર 2024માં કયા વ્રત-તહેવારો આવશે.

October Vrat Tyohar 2024: ઑક્ટોબર 2024માં  વ્રત-તહેવારોનો ધમધમાટ જોવા મળશે. આ વર્ષે દેવી દુર્ગાને સમર્પિત શારદીય નવરાત્રી(Shardiya navratri) ઓક્ટોબરમાં જ ઉજવવામાં આવશે. નવરાત્રીના 9 દિવસ ખૂબ જ પવિત્ર, આનંદ અને ઉત્સાહથી ભરેલા હોય છે.

આ પછી ઓક્ટોબરમાં દશેરા(Dussehra), કરવા ચોથ (Karwa chauth)અને દિવાળી (Diwali) પણ આવી રહી છે. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ (Surya grahan 2024) પણ આ મહિનામાં જ થશે. ધાર્મિક દૃષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ચાલો ઓક્ટોબર 2024ના ઉપવાસ અને તહેવારોની યાદી જાણીએ.

ઑક્ટોબર 2024  વ્રત તહેવાર યાદી

2 ઓક્ટોબર 2024 (બુધવાર) - સૂર્યગ્રહણ, સર્વ પિતૃ અમાવસ્યા
3 ઓક્ટોબર 2024 (ગુરુવાર) - શારદીય નવરાત્રી, ઘટસ્થાપન
9 ઓક્ટોબર 2024 (બુધવાર) - કલ્પરંભ
10 ઓક્ટોબર 2024 (ગુરુવાર) - નવપત્રિકા પૂજા
11 ઓક્ટોબર 2024 (શુક્રવાર) - દુર્ગા મહા નવમી પૂજા, દુર્ગા મહાષ્ટમી પૂજા
12 ઓક્ટોબર 2024 (શનિવાર) - દશેરા, શારદીય નવરાત્રી પારણ
13 ઓક્ટોબર 2024 (રવિવાર) - દુર્ગા વિસર્જન
14 ઓક્ટોબર 2024 (સોમવાર) – પાપાંકુશા એકાદશી
15 ઓક્ટોબર 2024 (મંગળવાર) - પ્રદોષ વ્રત (શુક્લ)
17 ઓક્ટોબર 2024 (ગુરુવાર) – અશ્વિન પૂર્ણિમા વ્રત, તુલા સંક્રાંતિ
20 ઓક્ટોબર 2024 (રવિવાર) – કરવા ચોથ, કાર્તિક સંકષ્ટી ચતુર્થી
28 ઓક્ટોબર 2024 (સોમવાર) - રમા એકાદશી
29 ઓક્ટોબર 2024 (મંગળવાર) – ધનતેરસ, પ્રદોષ વ્રત (કૃષ્ણ)
30 ઓક્ટોબર 2024 (બુધવાર) – માસીક શિવરાત્રી
31 ઓક્ટોબર 2024 (ગુરુવાર) – નરક ચતુર્દશી, દિવાળી

શારદીય નવરાત્રિ (Shardiya Navratri 2024)

શારદીય નવરાત્રી 3જી થી 11મી ઓક્ટોબર સુધી ઉજવાશે. માતા દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને નવમી તિથિના દિવસે તેનો વધ કરીને તેણે વિશ્વનું કલ્યાણ કર્યું. આ નવ દિવસો દરમિયાન, ભક્તો દેવી માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ, જાગરણ, કીર્તન, કન્યા પૂજા, હવન વગેરે જેવી ધાર્મિક વિધિઓ કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતા દેવી તેમના ભક્તોની વચ્ચે ધરતી પર આવે છે અને આ સમય દરમિયાન જે કોઈ પણ દેવીની યોગ્ય રીતે પૂજા કરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

કરવા ચોથ (Karwa chauth 2024)

કરવા ચોથ એ પરિણીત મહિલાઓનો ખાસ તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પરિણીત સ્ત્રી સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જલ ઉપવાસ રાખે છે, દેવી માતાની પૂજા કરે છે અને ચંદ્રને અર્ઘ્ય આપે છે, તેના પતિને લાંબા આયુષ્ય, અખંડ સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિનું વરદાન મળે છે.

દિવાળી (Diwali 2024)

દિવાળી, ખુશી અને પ્રકાશનો તહેવાર, કારતક અમાવસ્યાની રાત્રે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી રાત્રે પૃથ્વી પર વાસ કરે છે. સૂર્યાસ્ત પછી દિવાળીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Navratri 2024: જો તમને ગરબાનો શોખ છે તો રાજ્યના આ 'ગરબા નાઇટ્સ'ની મુલાકાત લેવાનું ચૂકશો નહી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
અમદાવાદમાં નર્મદાની કેનાલ પર ગેરકાયદેસર પુલનો પર્દાફાશ, 7 વર્ષથી બન્યો છે પુલ
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ  આગ,  44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
હોંગકોંગમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ટાવરોમં લાગી ભીષણ આગ, 44 લોકો જીવતા સળગ્યા, 300 લાપતા
BCCIને IPL ટીમના માલિકનો કડક સંદેશ, સાઉથ આફ્રિકા સામેની હાર બાદ લાાલઘૂમ
BCCIને IPL ટીમના માલિકનો કડક સંદેશ, સાઉથ આફ્રિકા સામેની હાર બાદ લાાલઘૂમ
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
679 કિમીની રેન્જ, 202 kmphની ટોપ સ્પીડ, ભારતમાં લોન્ચ થઈ મહિન્દ્રાની ધાંસુ ઇલેક્ટ્રિક કાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
અમદાવાદની હવા બની વધુ ઝેરી, આ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
Embed widget