Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
નવસારીમાં દારુ ભરેલી ગાડીના ચાલક અને LCB પોલીસ વચ્ચે ફિલ્મી દૃશ્યો સર્જાયા.... પોલીસે દારૂ ભરેલી એક ક્રેટા કારનો પીછો કરતા ચાલકે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયત્ન કર્યો.... LCBને બાતમી મળી હતી કે, એક સફેદ ક્રેટા કાર સેલવાસથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ભરી ધરમપુર, રૂમલા થઈને રાનકુવા તરફ આવી રહી છે....જે બાદ LCBની ટીમે સ્ટેટ હાઇવે નં. 177 પર રાનકુવા પોલીસ ચોકી આગળ ટ્રક સહિતના વાહનોની આડસ મૂકીને નાકાબંધી કરી....ક્રેટા ચાલકને ખબર પડી કે પોલીસ પાછળ છે ત્યારે તેણે પણ કાર બેફામ રીતે હંકારીને બે વાહનોને અડફેટે લીધા....આખરે કાર મૂકીને ભાગી ગયો....દિલધડક ફિલ્મી દ્રશ્યો બાદ પોલીસે ક્રેટા કાર ચાલક સામે પ્રોહિબિશન સહિતની કલમો લગાવી છે....ગાડીમાંથી ચાર લાખથી વધુની કિમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…તપાસ કરતા સામે આવ્યું છે કે, આ ક્રેટા કારની નંબર પ્લેટ પણ ખોટી હતી...મૂળ રાજસ્થાન પાસિંગની આ કાર છે....અને કારનો માલિક રાજસ્થાનના પાલી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે...જેથી હવે પોલીસની એક ટીમ રાજસ્થાન પાલી બાજુ રવાના થઈ છે....
------------------
બનાસકાંઠા પોલીસ હુમલો
વાવ-થરાદ જિલ્લાના મોજરુ જૂના ગામે દારૂની રેડ દરમિયાન પોલીસ પર હુમલો થયો....દિયોદર પોલીસે મોજરુ ગામે બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશનની કાર્યવાહી હાથ ધરી હતી....ત્યારે બુટલેગરોએ કાયદેસર ટોળકી ભેગી કરી પોલીસને ટાર્ગેટ બનાવી અને અચાનક પથ્થરમારો અને લાકડી વડે હુમલો કર્યો....હુમલામાં એક પોલીસ કર્મીને હાથમાં ફ્રેક્ટર થયું....પોલીસે આ મુદ્દે 12 નામજોગ આરોપી તથા પાંચ અજાણ્યા પુરુષ-મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે....જેમાંથી ત્રણ આરોપીઓને દિયોદર પોલીસે ઝડપ્યા પણ છે.. બાકી ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે...પોલીસ રેડ દરમિયાન 7 હજારથી વધુનો વિદેશી દારુ અને મુદ્દામાલ જપ્ત કર્યો છે....
------------------
બુટલેગર સાથે પોલીસની સાંઠગાંઠ
જૂનાગઢ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મચારીની ખુલી સંડોવણી.....10 ડિસેમ્બરે માંગરોળ પોરબંદર હાઈવે પરથી ક્રાઈમબ્રાન્ચે 48 લાખ 90 હજારની કિંમતનો દારુનો જથ્થો ઝડપ્યો હતો.. ટ્રકમાં થતી દારૂની હેરાફેરીના કેસમાં ક્રાઈમબ્રાન્ચે ડ્રાઈવરની ધરપકડ કરી અને તેની પૂછપરછમાં ખુલાસો થયો કે, દારૂનો જથ્થો અતુલ દયાતર નામના પોલીસકર્મી સહિત ચાર શખ્સોએ મગાવ્યો હતો.. ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપી પોલીસકર્મી અતુલ દયાતર સહિત ચારેય આરોપીને ઝડપી પાડ્યા....





















