PM મોદીએ આંધ્ર પ્રદેશના વીરભદ્ર મંદિરમાં કરી પૂજા, જાણો શું છે માન્યતા
વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં ભવ્ય રામજન્મભૂમિ મંદિરના અભિષેક સમારોહના માત્ર છ દિવસ પહેલા મંદિરમાં વિશેષ પૂજા કરી હતી, જેનું રામાયણ અને હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.
Veerbhadra Temple: PM નરેન્દ્ર મોદીએ મંગળવારે (16 જાન્યુઆરી) આંધ્ર પ્રદેશના સત્યસાઈના લેપાક્ષીમાં આવેલા ઐતિહાસિક વીરભદ્ર મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમણે ભગવાન રામના ભજન ગાયા. વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં ભવ્ય રામજન્મભૂમિ મંદિરના અભિષેક સમારોહના માત્ર છ દિવસ પહેલા મંદિરમાં વિશેષ પૂજા કરી હતી, જેનું રામાયણ અને હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.
PM મોદીએ રામાયણ પર આધારિત પપેટ શો પણ જોયો
પીએમ મોદીએ ભગવાન રામની સ્તુતિમાં ભજન ગાયા અને ભગવાનની સ્તુતિમાં તેલુગુમાં ગાયેલા વિશેષ ભજનો સાંભળ્યા. વડાપ્રધાન મોદીએ રામ, લક્ષ્મણ, સીતા અને રાવણને દર્શાવતા હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત પપેટ શો પણ જોયો હતો.
For all those who are devotees of Prabhu Shri Ram, Lepakshi holds great significance. Today, I had the honour of praying at the Veerbhadra Temple. I prayed that the people of India be happy, healthy and scale new heights of prosperity. pic.twitter.com/VDTSdrMpCS
— Narendra Modi (@narendramodi) January 16, 2024
શું છે પૌરાણિક કથા
પૌરાણિક કથાઓ અનુસાર, લેપાક્ષી એ સ્થાન છે જ્યાં સીતાનું અપહરણ કરનાર રાવણ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ સુપ્રસિદ્ધ ગીધ જટાયુ પડી ગયું હતું. અંતિમ શ્વાસ લેતા પહેલા જટાયુએ ભગવાન રામને કહ્યું હતું કે સીતાને રાવણ દક્ષિણ તરફ લઈ ગયો હતો. આ પછી ભગવાન રામે જટાયુને મોક્ષ આપ્યો.
At the Veerbhadra Temple, Lepakshi, heard the Ranganatha Ramayana and also saw a puppet show on the Ramayan. pic.twitter.com/PGOdJ3zmDz
— Narendra Modi (@narendramodi) January 16, 2024
લેપાક્ષી પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં શ્રી કાલા રામ મંદિરની મુલાકાત લીધી હતી. થોડા દિવસો પહેલા વડાપ્રધાને નાસિકમાં ગોદાવરી નદીના કિનારે પંચવટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે કાલા રામ મંદિરમાં પ્રાર્થના કરી અને રામાયણમાં વર્ણવ્યા મુજબ ભગવાન રામના અયોધ્યા આગમન વિશે મરાઠી શ્લોક સાંભળ્યા હતા. લેપાક્ષી પહોંચતા પહેલા પીએમ મોદીએ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ આગામી બે દિવસમાં આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે.
Very special moments at Lepakshi. pic.twitter.com/UEx7nsFT2j
— Narendra Modi (@narendramodi) January 16, 2024