Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા દીવડાઓથી જગમગી ઉઠ્યો અયોધ્યાનો સરયુ ઘાટ, દિવાળી જેવો સર્જાયો નજારો, જુઓ વીડિયો
Ram Mandir: અયોધ્યાના સરયુ ઘાટ પર દીવાઓની વચ્ચે આરતી કરવામાં આવી હતી. જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન લોકોમાં અપાર ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
Ram Mandir Pran Pratistha Saryu Ghat Diwali: વિશ્વભરના રામ ભક્તો 22 જાન્યુઆરી 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ તે જ દિવસે છે જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, પરંતુ તે પહેલા સમગ્ર સરયુ ઘાટ દીવાઓથી ઝળહળી ઉઠ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ટા પહેલા પહેલા સરયૂ ઘાટ પર આરતીની સાથે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ દ્રશ્ય દિવાળીથી ઓછું ન હતું.
#WATCH | Ayodhya, Uttar Pradesh: People light up 'diyas' on Saryu Ghat as rituals for the Pran Pratishtha scheduled on January 22 began today. pic.twitter.com/NK5q78b2o1
— ANI (@ANI) January 16, 2024
અયોધ્યાના સરયુ ઘાટ પર દીવાઓની વચ્ચે આરતી કરવામાં આવી હતી. જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન લોકોમાં અપાર ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Aarti being performed at Saryu Ghat as rituals for the Pran Pratishtha scheduled on January 22nd began today. pic.twitter.com/oReHJ2F1b3
— ANI (@ANI) January 16, 2024
હવે શ્રી અયોધ્યા ધામની ગલીઓમાં ગોળી નહીં ચાલે, દીપોત્સવ થશેઃ સીએમ યોગી
પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હવે શ્રી અયોધ્યા ધામની ગલીઓમાં ગોળીઓ ચલાવવામાં આવશે નહીં, પરંતુ દીપોત્સવ યોજાશે. હવે શ્રી અયોધ્યાજી કર્ફ્યુમાંથી પસાર થશે નહીં, પરંતુ 'રામ'ના નામના સંકીર્તનના ગૂંજથી ગુંજી ઉઠશે.