શોધખોળ કરો

Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ

ભરઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
  • આગાહી મુજબ, 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ગાંધીનગર: ભરઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી માવઠાની આગાહી વ્યક્ત કરી છે. આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે આ કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. કમોસમી વરસાદને પગલે લોકોને ગરમીથી પણ રાહત મળી શકે છે. 

પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેશે 

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,  જામનગર, મોરબી, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની સાથે-સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. 

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ

ગુરુવારના દિવસે 19 માર્ચે  ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે  19 માર્ચે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

20 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા 

20મી માર્ચે વરસાદની અસર ધીમી પડશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટરનું શું કહેવું છે?

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર,18  તારીખથી જ વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ જશે.  18, 19 અને 20 તારીખે હળવાથી મધ્યમ વરસાદની સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ થવાની પૂરી સંભાવના છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેક ગુજરાત સુધી વિસ્તરેલું હોવાથી આ માવઠું પડશે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget