Trending: કથાકાર પંડિતે અંગ્રેજીમાં સંભળાવી સત્યનારાયણ ભગવાનની કથા, વીડિયો થયો વાયરલ
સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવાથી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુ ભક્તો પર કૃપા વરસાવે છે તેવી માન્યતા છે.
Viral Video: સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે. સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવાથી અને સાંભળવાથી ભગવાન વિષ્ણુ ભક્તો પર કૃપા વરસાવે છે તેવી માન્યતા છે. આ કથા દ્વારા જીવનમાં સુખ-શાંતિ આવતી હોવાનું પણ કહેવાય છે, પરંતુ શું તમે ક્યારેય અંગ્રેજી ભાષામાં આ કથા સાંભળી છે?
અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથાઃ
અમે જાણીએ છીએ કે અમારા આ પ્રશ્નથી તમને આશ્ચર્ય થશે જ, પરંતુ અમે તમને ફરીથી પૂછવા માંગીએ છીએ, શું તમે અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે (Satyanarayan Katha In English)? જો ના સાંભળી હોય તો ચાલો હવે તમને એવા પંડિતજીનો પરિચય કરાવીએ, જે સત્યનારાયણની કથા અંગ્રેજીમાં કહે છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે પંડિતજીને સત્યનારાયણની કથા અંગ્રેજીમાં સંભળાવતા જોઈ શકો છો. પંડિતજી કોઈ ઘરમાં છે અને પરિવારના સભ્યોને અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી રહ્યા છે.
View this post on Instagram
દક્ષિણ ભારતનો વીડિયો હોવાનું અનુમાનઃ
આ વાયરલ વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે. આ વીડિયો દક્ષિણ ભારતનો છે, કારણ કે વીડિયોમાં દેખાતી પૂજાની સામગ્રી અને આખી પૂજા વિધી દક્ષિણ ભારતીય સંસ્કૃતિ જેવી લાગે છે. વીડિયોમાં વાર્તા સાંભળી રહેલો પરિવાર પણ દક્ષિણ ભારતીય લાગે છે.
આ પણ વાંચોઃ