શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Religious: ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવાના પણ ચૂકવવા પડશે પૈસા, તંત્રના નિર્ણયથી લોકોમાં રોષ

જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જળાભિષેક માટે 351 રૂપિયા આપવા પડશે.

Rajkot: દેવાધિદેવ મહાદેવને સોમવાર વિશેષ પ્રિય છે. આ દિવસે શિવભક્તો ભોળાનાથની કૃપા મેળવવા તેમને જળાભિષેક કરતાં હોય છે પરંતુ રાજકોટના જસદણ નજીક આવેલા પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવને હવેથી જળાભિષેક કરવા પૈસા ચૂકવવા પડશે. તંત્રના આ નિર્ણયથી સ્થાનિક લોકો અને સાધુ સમાજમાં પણ વિરોધ છે.

કેટલો ચૂકવવો પડશે ચાર્જ

જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ જળાભિષેક માટે 351 રૂપિયા આપવા પડશે. મંદિરમાં બોર્ડ,ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાના બોર્ડ પણ લગાવાયા છે.

ઘેલા સોમનાથનો શું છે ઈતિહાસ

આ મંદિરનો ઇતિહાસ 15મી સદી 1457ની આસપાસનો છે. વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને મહાદેવમાં અપાર શ્ર્ધ્ધા હતી.

Religious: ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવાના પણ ચૂકવવા પડશે પૈસા, તંત્રના નિર્ણયથી લોકોમાં રોષ

ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.

લોકશાહી ન હતી એ સમયે ઘેલાસોમનાથ મંદિરનો વહીવટ જસદણ દરબાર સાહેબ તરફથી કરવામાં આવતો હતો. પરંતુ રાજાશાહી બાદ લોકશાહીમાં આ મંદિરો વહીવટકર્તા તરીકે રાજકોટ કલેટકરની જવાબદારી છે. મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભક્તો દ્વારા 200 કરતા વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે. તો સરકાર અને ભક્તો તરફથી બારે મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઘેલાસોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
Embed widget