Rama Ekadashi 2022: દિવાળી અગાઉ રમા એકાદશીનું વ્રત કરવાથી દૂર થાય છે આર્થિક સંકટ, વાંચો સંપૂર્ણ કથા
રમા એકાદશી વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે
Rama Ekadashi 2022 Katha: કારતક મહિનાની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. દિવાળી પર્વની શરૂઆત રમા એકાદશીથી થાય છે. આ વર્ષે રમા એકાદશી 21 ઓક્ટોબર 2022ના રોજ છે. આ એકાદશીનું નામ પણ દેવી લક્ષ્મીના રમા સ્વરૂપ પરથી પડ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. રમા એકાદશીનું વ્રત 22 ઓક્ટોબર 2022ના રોજ સવારે 06.30 થી 08.45 સુધી કરવામાં આવશે. કહેવાય છે કે માત્ર રમા એકાદશી વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં ક્યારેય આર્થિક સંકટ આવતું. ચાલો જાણીએ રમા એકાદશી વ્રતની કથા.
રમા એકાદશી વ્રત કથા
દંતકથા અનુસાર, એક શહેરના રાજા મુચુકુંદેએ પુત્રી ચંદ્રભાગાના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા. શારીરિક રીતે શોભન ખૂબ જ નબળા હતા. તે એક ટાઇમ પણ ભોજન વિના રહી શકતો ન હતો. કારતક મહિનામાં બંને રાજા મુચુકુંદને ત્યાં ગયા અને તે દિવસે રમા એકાદશી હતી. પિતાના સામ્રાજ્યમાં રમા એકાદશીનું વ્રત મનુષ્યો તેમજ પશુઓ પણ કરતા હતા. ચંદ્રભાગા ચિંતિત હતી કારણ કે પતિ ભૂખ્યો રહી શકતો ન હતો તેથી તેણે શોભનને બીજા રાજ્યમાં જઈને ભોજન લેવા કહ્યું હતું.
રમા એકાદશી વ્રતની અસરથી અપાર ધન પ્રાપ્ત થયું
શોભને ચંદ્રભાગાની વાત ન સાંભળી અને રમા એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું. સવાર સુધીમાં શોભને જીવ ગુમાવ્યો હતો. પતિના મૃત્યુ પછી ચંદ્રભાગા પિતા સાથે રહીને પૂજા અને ઉપવાસ કરતી હતી. બીજી તરફ એકાદશી વ્રતની અસરથી શોભનને આગલા જન્મમાં દેવપુર શહેરનું રાજ્ય મળ્યું જ્યાં ધન અને ઐશ્વર્યની કોઈ કમી નહોતી. એકવાર રાજા મુચુકુંદના નગરના બ્રાહ્મણ સોમ શર્મા દેવપુર નજીકથી પસાર થતા હોય છો ત્યારે તેઓ શોભનને ઓળખી જાય છે. બ્રાહ્મણ પૂછે છે કે શોભનને આટલી બધી ઐશ્વર્ય કેવી રીતે મળી? ત્યારે શોભન તેમને જણાવે છે કે આ બધું રમા એકાદશીનું પરિણામ છે પરંતુ આ બધુ અસ્થિર છે
મા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે ઐશ્વર્ય
શોભન બ્રાહ્મણને તેની સંપત્તિ સ્થિર કરવાનો માર્ગ પૂછે છે. આ પછી બ્રાહ્મણ શહેરમાં પાછો ફરે છે અને ચંદ્રભાગાને આખી વાર્તા સંભળાવે છે. ચંદ્રભાગાએ જણાવ્યું હતું કે તે છેલ્લા આઠ વર્ષથી એકાદશીનું વ્રત કરે છે, તેના પ્રભાવથી પતિ શોભનને પુણ્ય ફળ મળશે. આટલું કહી તે શોભન પાસે જાય છે. ચંદ્રભાગા તેના ઉપવાસનું પુણ્ય શોભનને સોંપે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દેવપુરનું ઐશ્વર્ય સ્થિર થાય છે અને બંને સુખેથી જીવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.