Rath Yatra 2024: 53 વર્ષ બાદ આ વખતે રથયાત્રામાં અદભૂત સંયોગ, 2 દિવસની રહેશે જગન્નાથની રથયાત્રા
Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે
Rath Yatra News: ઓરિસ્સાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા દેશ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી છે. જ્યાં દુનિયાભરમાંથી લોકો આ અદભૂત નજારો જોવા આવે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી શરૂ થઈ રહી છે, જે 16 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ વર્ષે વર્ષો પછી જગન્નાથની યાત્રા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ વખતે તારીખોની ફેરફારના કારણે સતત બે દિવસ રથયાત્રા યોજાશે. આ પછી ગુંડીચા મંદિર પહોંચશે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ તીથિએ જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. જાણો અહીં જગન્નાથ રથયાત્રા વિશે...
53 વર્ષ બાદ બન્યો દુર્ગભ સંયોગ
આ વર્ષે પુરીમાં જગન્નાથ રથયાત્રા બે દિવસ ચાલશે. પંચાંગ મુજબ આ વર્ષે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તિથિઓમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રથયાત્રા પહેલાની તમામ પરંપરાઓ 7 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ પછી રથયાત્રા સવારના બદલે સાંજે શરૂ થશે. પરંતુ રથયાત્રા બાદ રથ ચલાવવામાં આવતો નથી. આથી રથને રાત્રે રોકી દેવામાં આવશે અને 8મી જુલાઇના રોજ વહેલી સવારે આગળ વધવા લાગશે. આ પછી, આ દિવસે ગુંડીચા મંદિર પહોંચશે. તમને જણાવી દઈએ કે તારીખોનો આવો સંયોગ વર્ષ 1971માં બન્યો હતો.
ભગવાન જગન્નાથનો રથ -
પહેલો રથ જગન્નાથજીનો છે, જેને નંદીઘોષ કહેવામાં આવે છે. આ સાથે તેમાં લહેરાતા ધ્વજને ત્રૈલોક્ય મોહિની કહેવામાં આવે છે. આ સાથે આ રથમાં કુલ 16 પૈડાં છે. આ રથમાં પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે
ભગવાના બલરામ બિરાજશે બીજા રથ પર -
ભગવાન બલરામના રથને તાલધ્વજ કહેવામાં આવે છે. આ સાથે રથમાં લહેરાવેલા ધ્વજને યુનાની કહેવામાં આવે છે. આ રથમાં કુલ 14 પૈડાં છે. આ સાથે આ રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને વાસુકી કહેવામાં આવે છે.
માં સુભદ્રાનો ત્રીજો રથ -
ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનો રથ પણ બહાર કાઢવામાં આવે છે. આ રથને પદ્મ ધ્વજા કહેવામાં આવે છે. આ રથમાં કુલ 12 પૈડાં છે. આ રથમાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ખેંચવાના દોરને સ્વર્ણચુરા કહેવામાં આવે છે.