Astrology: કુંડળીમાં શનિ દોષથી થાય છે આ બીમારીઓ, આ સંકેત કરે છે જીંદગી તબાહ
શનિનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં 10 વર્ષ સુધી રહે છે. સાડાસાતી અને ઢૈયા અનુસાર વ્યક્તિને પોતાના કર્મોનું ફળ મળે છે.

shani dosh upay : જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેમને જ્યોતિષના 9 ગ્રહોમાં આગવું સ્થાન છે. શનિને ભગવાન સૂર્ય અને દેવી છાયાના પુત્ર માનવામાં આવે છે. તેમની દ્રષ્ટિ, પ્રભાવ અને સ્વભાવના કારણે તેમની વિશેષ પૂજા થાય છે. શનિદેવને શાંત અને ખુશ રાખવા માટે સારા કાર્યો, અનુશાસન અને ઈમાનદારીનું પાલન કરવું જરૂરી છે. તેમની પૂજા અને નિયમોનું પાલન કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે. શનિનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવનમાં 10 વર્ષ સુધી રહે છે. સાડાસાતી અને ઢૈયા અનુસાર વ્યક્તિને પોતાના કર્મોનું ફળ મળે છે. જો જન્મકુંડળીમાં શનિને અશુભ સ્થાનમાં રાખવામાં આવે તો શનિ દોષ થાય છે.
શનિ દોષના કારણે થતા રોગો મુખ્યત્વે વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ, તેના પાસા અને સંબંધિત ગ્રહો સાથેના સંબંધ પર આધાર રાખે છે. શનિ દોષને કારણે આ બીમારીઓ તમને ઘેરી લે છે. સંધિવા એટલે કે સાંધાનો દુખાવો હાડકાંની નબળાઈ અથવા ફ્રેક્ચર અને સ્પાઈન સંબંધિત રોગો થઈ શકે છે.
લકવો સ્નાયુઓની નબળાઇ અથવા ખેંચાણ. આ ઉપરાંત ત્વચાને લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે જેમ કે દાદ, ખંજવાળ, ખરજવુ, ત્વચા કાળી પડી જવી, સફેદ દાગ, પાંડુરોગ, ફોડલીઓ અને પિમ્પલ્સ. હતાશા, તણાવ અને ચિંતા, નકારાત્મક વિચાર આવવા આટલું જ નહીં દાંત સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે.
કુંડળીમાં શનિદોષ હોવાને કારણે વ્યક્તિની ધન-સંપત્તિ ધીમે ધીમે ખતમ થવા લાગે છે. સુખ-સમૃદ્ધિ જતી રહે છે. વાદ-વિવાદ થઈ શકે છે. તમારે કોર્ટની યાત્રા કરવી પડી શકે છે. લોકો ખોટા આક્ષેપો કરી શકે છે.
શનિ દોષના કારણે ચાલી રહેલા કામ બગડી શકે છે. દારુ, જુગાર અને ખરાબ ટેવો પણ વિકસી શકે છે. ઘર વેચવું પડી શકે છે, આ પણ શનિ દોષના લક્ષણો છે.શનિ દોષના કારણે વ્યક્તિને તેના કામનો શ્રેય નથી મળતો. નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી આવે છે. મિત્રો અને સંબંધીઓ સાથે ઝઘડા થાય છે.
કરો આ ઉપાય
“ॐ शं शनैश्चराय नमः” નો જાપ કરો. શનિવારે શનિદેવના મંદિરમાં સરસવનું તેલ અને કાળા તલ અર્પિત કરો. ગરીબોને ભોજન, કાળા તલ, લોખંડની વસ્તુઓ અને કાળા વસ્ત્રોનું દાન કરો. કાગડા અને કૂતરાઓને ખવડાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવાર અને શનિવારે હનુમાનજીના મંદિરે પૂજા કરો. શનિ સાથે સંબંધિત લોખંડ જેવી વસ્તુઓનું દાન કરો. ગરીબ અને જરૂરિયાતમંદોની હંમેશા મદદ કરો. શનિવારે વ્રત રાખો અને શનિદેવની પૂજા કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ




















