શોધખોળ કરો

Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર

Navratri 2024 Day 2 Maa Brahmacharini Puja: નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી.

લેખકઃ અંશુલ પાંડેય

Navratri 2024 Day 2 Maa Brahmacharini Puja: આસો નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવીનું સ્વરૂપ ખૂબ જ આહલાદક અને ભવ્ય છે. ‘બ્રહ્મ’નો અર્થ થાય છે તપ. એટલે કે આ તપ કરનારી દેવી છે. નારદજીના કહેવા પર તેમણે અનેક હજાર વર્ષો સુધી ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી. તેમના તપોમચ આચરણના ફળસ્વરૂપ તેમનું નામ 'બ્રહ્મચારિણી' પડ્યું હતું.

માતાના એક હાથમાં કમંડલ છે અને બીજા હાથમાં જપ માટે માળા છે. માતાનું આ તપસ્વી સ્વરૂપ દરેકને અનેક ફળ આપનાર છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં પુણ્યની વૃદ્ધિ થાય છે. માતાના આશીર્વાદથી તે ક્યારેય કર્તવ્યના માર્ગથી ભટકતો નથી. તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે તપસ્વીનું મન સ્વાધિષ્ઠાનમાં રહે છે.

મા બ્રહ્મચારિણીનો મંત્ર

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु | देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||

મા બ્રહ્મચારિણીની કથા

નોંધનીય છે કે જ્યારે સતીનો ફરીથી જન્મ થયો ત્યારે તેઓ હિમાલયના રાજાની પુત્રી તરીકે જન્મ્યા હતા. નારદજીની સલાહ પર તેમણે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેથી જ તેઓને 'તપશ્ચારિણી' અથવા 'બ્રહ્મચારિણી' કહેવામાં આવે છે. હજારો વર્ષ સુધી કંદમૂળ ખાઇને વિતાવ્યા. તેઓ ગરમી, વરસાદ અને ઠંડી સહન કરતા આકાશ નીચે સૂતા. કેટલાક દિવસો તો તેઓ સૂખા બિલિપત્ર ખાઈને રહ્યા. ત્યારબાદ તેમણે પાન પણ ખાવાનું છોડી દીધું અને તેઓ 'અપર્ણા'ના રૂપમાં ઓળખાયા. ભગવાન શિવે અનેક વખત તેમની પરીક્ષા લીધી તેમાં તેઓ સંપૂર્ણ સફળ રહ્યા હતા. આ તપસ્યાનું પરિણામ એ આવ્યું કે તેમને ભગવાન બ્રહ્માના આશીર્વાદ મળ્યા.

ભગવાન બ્રહ્માજીએ તેમને આશ્વાસન આપ્યું કે તેમના ભગવાન શિવ સાથે લગ્ન જરૂર થશે અને સાથે જ સલાહ આપી હતી કે તેમના પિતા થોડીવારમાં અહીં પહોંચશે જેથી તેઓએ તેમના પિતા સાથે હિમાલયમાં પાછા ફરવું જોઈએ અને ભગવાન શિવજીની રાહ જોવી જોઈએ.

આજે સફેદ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. દેવી પુરાણ અનુસાર આ દિવસે બે કુંવારી કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે.

નોંધ- ઉપર આપેલા મંતવ્યો લેખકના અંગત મંતવ્યો છે. જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે ફક્ત લેખક જ જવાબદાર છે.

નવરાત્રીમાં કુળદેવી અંબાજીને વર્ષમાં એક વાર 16 શ્રુંગાર અર્પણ કરવામાં આવે છે, જાણો શું છે માતાના શૃંગારનું મહત્વ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Embed widget