Somwar Upay: સોમવારે કરો શિવના આ મંત્રોનો જાપ, મળશે ચમત્કારી લાભ
પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા સાથે શિવલિંગ પર જળ અને બિલીના પાન ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કેટલાક વિશેષ મંત્રોના જાપથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
![Somwar Upay: સોમવારે કરો શિવના આ મંત્રોનો જાપ, મળશે ચમત્કારી લાભ Somwar Upay: Do these chants of Lord Shiva on Monday and gets benefit Somwar Upay: સોમવારે કરો શિવના આ મંત્રોનો જાપ, મળશે ચમત્કારી લાભ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/d19ecef71453de1a4331031e38d43cd8166531336856876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lord Shiva Mantra: સોમવાર ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભક્તો સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરે છે. કહેવાય છે કે ભોલેનાથ ખૂબ જ ભોળા છે અને ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અને તેમને સંબંધિત કેટલાક વિશેષ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર શ્રદ્ધા સાથે શિવલિંગ પર જળ અને બિલીના પાન ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. કેટલાક વિશેષ મંત્રોના જાપથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ શિવના આ ખાસ મંત્રો વિશે.
શિવનો પંચાક્ષરી મંત્ર
ॐ नम: शिवाय
આ મંત્રને પંચાક્ષરી મંત્ર અથવા ભગવાન શિવનો મૂળ મંત્ર કહેવામાં આવે છે. જે ભક્તો આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરે છે, તેઓને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. જેના કારણે વ્યક્તિની અંદરની હિંમતનો સંચાર થાય છે.
શિવ ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्
શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આ મંત્રનો જાપ કરવાથી પાપનો નાશ થાય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા આવે છે. પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી શિવ જલ્દી પ્રસન્ન થાય છે.
મહામૃત્યુંજય મંત્રઃ
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો કોઈની કુંડળીમાં અકાળ મૃત્યુની સંભાવના હોય તો તેણે અવશ્ય મહામૃત્યુંજયનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારના રોગ, દોષ અને પરેશાનીઓ દૂર થાય છે.
લઘુ મહામૃત્યુંજય મંત્રઃ
ॐ हौं जूं सः
જે લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં અસમર્થ છે, તેમણે લઘુ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમામ અસાધ્ય રોગો પણ દૂર થાય છે. લઘુ મહામૃત્યુંજય મંત્ર ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)