Surya Gochar 2025: આજથી એક મહિના સુધી આ રાશિના જાતકોએ રહેવુ પડશે સાવધાન
Surya Gochar 2025: ગ્રહોના રાજા સૂર્ય આજે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે.

Surya Gochar 2025: ગ્રહોના રાજા સૂર્ય આજે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના ગોચરને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય દર 30 દિવસે પોતાની રાશિ બદલે છે. વૃષભ રાશિમાં પ્રવેશને કારણે આ ગોચરને વૃષભ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2025માં 15 મેના રોજ રાત્રે 12:11 મિનિટ પર ગ્રહોના રાજા સૂર્ય શુક્રમા રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
સૂર્યના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સૂર્ય લગભગ એક વર્ષ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરને કારણે આ રાશિના જાતકોએ આખા મહિના દરમિયાન ખૂબ કાળજી રાખવી પડશે, સૂર્યનું આગામી ગોચર 15 જૂને મિથુન રાશિમાં થશે. ચાલો જાણીએ કે તે રાશિઓ કઈ છે.
મેષ
મેષ રાશિના લોકોએ સૂર્યના ગોચરથી સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને તેમના મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે. અભ્યાસ અને કોઈપણ સ્પર્ધામાં સાવધાની રાખો.
વૃષભ
આજથી આગામી એક મહિનો વૃષભ રાશિના લોકો માટે મુશ્કેલ રહેવાનો છે. પરિવારમાં સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો સાથે અથવા કાર્યસ્થળ પર તમારી વાણી મધુર રાખો, નહીં તો વિવાદ થઈ શકે છે.
સિંહ
વૃષભ સંક્રાંતિ સિંહ રાશિના લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વિવાહિત જીવનમાં, જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ બની શકે છે. વ્યવસાયમાં સાવધાનીથી કામ કરો.
ધન
સૂર્યનું ગોચર ધન રાશિના લોકો માટે મુશ્કેલીઓ લાવી શકે છે. જીવનમાં કોઈ કામમાં અવરોધો આવી શકે છે, જેના કારણે તમે નિરાશ થઈ શકો છો.
મકર
મકર રાશિના લોકો માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે. આ એક મહિનામાં તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કોઈપણ પ્રકારનું અભિમાન કરશો નહીં. તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.




















