(Source: ECI/ABP News/ABP Majha)
Surya Shani Yuti: 2025ની શરુઆતમાં સૂર્ય શનિની યુતિ, જાણો તમારા પર શું થશે અસર
2025 ની શરુઆતમાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે અને દુર્લભ સંયોગ બનશે. જેમાં સૂર્ય અને શનિ દેવની યુતિ સામેલ છે. વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવની સાથે યુતિ બનશે.
Surya Shani Yuti 2025: 2025 ની શરુઆતમાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે અને દુર્લભ સંયોગ બનશે. જેમાં સૂર્ય અને શનિ દેવની યુતિ સામેલ છે. વર્ષ 2025ની શરૂઆતમાં સૂર્ય ગ્રહની શનિ દેવની સાથે યુતિ બનશે. 12 ફેબ્રુઆરી 2025એ સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિ દેવ પહેલેથી બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં પિતા-પુત્ર સૂર્ય-શનિની યુતિને એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે. આ અંગે વિસ્તારથી જાણીએ.
સૂર્યને સાત્વિકતા અને શુભતા ફેલાવનાર ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય વ્યક્તિના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. જ્યારે શનિને તામસિક અને કઠોર ગ્રહ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને અંધકાર પેદા કરે છે. પ્રકાશ અને અંધકારનું મિલન હોવાના પરિણામ ખૂબ જ વિચિત્ર હોય છે. તેનાથી સૂર્ય પણ દૂષિત થાય છે અને શનિ પણ. સૂર્ય-શનિનો સંબંધ બે સંબંધો પર વિશેષ અશુભ અસર નાખે છે. આ પિતા-પુત્ર અને પતિ-પત્નીના સંબંધો પર નકારાત્મક અસર પેદા કરે છે. ઘણા મામલે આ આરોગ્યની વિશેષ સમસ્યાઓ પણ પેદા થાય છે.
સૂર્ય અને શનિની યુતિના કારણે પિતા-પુત્રનો આપસી વ્યવહાર ક્યારેય સારો રહેતો નથી. પિતા-પુત્ર ક્યારેક-ક્યારેક એકબીજાથી દૂર થઈ જાય છે. ક્યારેક-ક્યારેક પિતા-પુત્રમાંથી એક જ પ્રગતિ કરે છે.
આ લોકોએ દરરોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. ત્યાં જ ઊભા થઈને હનુમાન ચાલીસા વાંચો. એક તાંબાની વીંટી અનામિકા આંગળીમાં ધારણ કરો. ભોજનમાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ કરો. શનિવારે મીઠી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
સૂર્ય-શનિની દુર્લભ યુતિના કારણે હાડકાંઓની સમસ્યા થઈ શકે છે. ક્યારેક નસો અને નાડી તંત્રની સમસ્યા પણ થઈ જાય છે. આ સંબંધિત નેત્ર જ્યોતિ માટે પણ સારું માનવામાં આવ્યું નથી.
દરરોજ સવારે પીપળાના વૃક્ષમાં અને સૂર્ય દેવને જળ અર્પણ કરો. દરરોજ સવારે સૂર્ય દેવના મંત્રનો જાપ કરો. સાથે જ સંધ્યાકાળે શનિ મંત્રનો પણ જાપ કરો. શનિવારે ભોજનની વસ્તુઓનું દાન પણ કરો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
ભાગ્ય સાથ નથી આપી રહ્યું તો આ રત્ન ધારણ કરો, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ બનશે મજબૂત